IndiaNews

દલિત વરરાજા ઘોડી પર ચડતા હોબાળો, પથ્થરમારામાં બાળકો સહિત અનેક ઘાયલ

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક દલિત યુવકના વરઘોડામાં હંગામો થયો હતો. દલિત યુવક પર ઘોડી ચઢતાની સાથે જ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં વરઘોડામાં આવેલા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં બે માસુમ બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. લોહીલુહાણ હાલતમાં તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.આ ઘટના જિલ્લાના સાયરા પોલીસ સ્ટેશન વિસ્તારના શોભાવાસ ગામની છે. જ્યાં ધોળી સમાજના યુવક ને ઘોડી પર ચડવા બાબતે ઝઘડો થયો હતો. પીડિત પરિવારનો આરોપ છે કે ગામના રહેવાસી મોહન સિંહ રાજપૂતનો દીકરો મોટરસાઈકલ પર આવ્યો હતો. જેણે ભારે હોબાળો મચાવ્યો હતો.

તેઓએ પહેલા મોટરસાઇકલ વડે ટક્કર મારી અને પછી જાતિ વિશે અપશબ્દો બોલી પથ્થરમારો કર્યો. જેમાં પરિવાર અને સગાંવહાલાંમાં આવેલા અનેક લોકોને ઈજા થઈ હતી અને નજીકમાં પાર્ક કરેલા વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ છે.

પીડિત પરિવારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી હતી. ડેપ્યુટી એસપી ભૂપેન્દ્ર સિંહ અને સરાય પોલીસની ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસે નામના આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.