લો બોલો અહિયાં દુકાનમાં દેશી, વિદેશી દારૂ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
દિલ્હીમાં દારૂના શોખીનો માંતે એક સારા સમાચાર છે. અહિયાં દેશી, વિદેશી દારૂ પર રિટેલર્સ ખૂબ ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ ડિસ્કાઉન્ટ પછી દિલ્હીમાં દારૂના ભાવ નોએડા અને ગુડગામ કરતાં પણ સસ્તો મળી રહ્યો છે.નવી એકસાઈડ ડયુટી નીતિના અમલની અસર દેશની રાજધાની દિલ્હીમાં દેખાવા લાગી છે. નવી નીતિ હેઠળ, રિટેલરો પાસે તેમના સ્ટોકની કિંમત નક્કી કરવાની સુગમતા છે. આવી સ્થિતિમાં, ઘણા વિક્રેતાઓએ 30% થી 40% ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. આ ડિસ્કાઉન્ટ માત્ર ભારતીય બ્રાન્ડ્સ પર જ નહીં પરંતુ આયાતી બ્રાન્ડ્સ પર પણ ઉપલબ્ધ છે. આનો અર્થ ગ્રાહકો માટે ખૂબ જ યોગ્ય તક છે.
હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, રાજધાનીમાં ઘણા દારૂની દુકાનોએ સ્પર્ધાત્મક કિંમતો શરૂ કરી દીધી છે. અગાઉની એક્સાઇઝ પોલિસીમાં આની મંજૂરી નહોતી. મોટાભાગના છૂટક વેપારીઓએ તેમની રેટ લિસ્ટ છાપી છે. દિલ્હીમાં દારૂના છૂટક વિક્રેતાઓ ઓછી કિંમતના સંદર્ભમાં માત્ર રાજધાની જ નહીં, પરંતુ ગુડગાંવ અને નોઈડાના રિટેલર્સ સાથે પણ સ્પર્ધા કરી રહ્યા છે.
રિપોર્ટ પ્રમાણે, ગુરુગ્રામમાં Chivas Regal (12 Years) 2,150 રૂપિયામાં મળી રહી છે. ત્રણ બોટલ એકસાથે લેવા પર 150 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે પણ દિલ્હી પર અમુક દુકાન પર આની એક બોટલ 1890 રૂપિયામાં મળે છે જ્યારે અહિયાં Chivas Regalની મેકઝીમમ પ્રાઇઝ 2920 રૂપિયા છે. એટલે કે એક હજારથી વધારે ડિસ્કાઉન્ટ મળે છે. દિલ્હીની એક દુકાન પર આ જ બ્રાન્ડ 1995 રૂપિયામાં મળે છે.