પિતાની ઈચ્છા પૂરી કરવા માટે 22 વર્ષની ઉંમરમાં આઈપીએસ ઓફિસર બની દીકરી

સફળ થવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે પરંતુ કેટલાક લોકોને સફળતા મળતી નથી. કારણ કે સફળ થવા માટે દિવસ રાત જે મહેનત કરવી પડે તે ઘણા લોકો કરતા નથી. જે લોકો મહેનત કરે છે અને સંઘર્ષનો સામનો કરે છે તેઓ અચૂક સફળ થાય છે. આવી જ કહાની છે પૂજા અવાનાની.
પૂજાના પિતા વિજય અવાના દરેક પિતાની જેમ ઈચ્છતા હતા કે તેની તેના સપના પૂરા કરે. પૂજાના પિતાની ઈચ્છા હતી કે તેની દીકરી પોલીસ ઓફિસર બને. તે પોતાની દીકરીને પોલીસના યુનિફોર્મમાં જોવા ઇચ્છતા હતા. પૂજા જ્યારે મોટી થવા લાગી તો તેને પણ પિતાના સપનાને પોતાનું બનાવી લીધું. અને આઇપીએસ બનવા માટેની પરીક્ષાની તૈયારી દિવસ રાત કરવા લાગી.
તેણે અભ્યાસની સાથે સાથે યુપીએસસી ની મુશ્કેલમાં મુશ્કેલ પરીક્ષા પાસ કરવા માટે પણ તૈયારી શરૂ કરી દીધી. તેને માત્ર 22 વર્ષની ઉંમરમાં યુપીએસસીની પરીક્ષા આપી અને સફળ પણ થઈ ગઈ. તેણે આ અઘરી પરીક્ષામાં 316 માં રેન્ક મેળવ્યો.
પૂજા ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લાના એક ગામની રહેવાસી છે. તેને 22 વર્ષની ઉંમરે પ્રથમ પ્રયાસમાં યુપીએસસી ની એકઝામ ક્લિયર કરી લીધી. નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી અને ક્લાસમાં હંમેશા પહેલો નંબર લાવતી. પૂજાએ ઘણી વખત નિષ્ફળતાનો સામનો પણ કર્યો પરંતુ હાર માની નહીં અને મહેનત કરતી રહી પરિણામે તેને સફળતા મળી અને તે આઈ પી એસ ઓફિસર બની.