health

દવાઓ લેવા છતાં પેટ સાફ થતું ન હોય તો આજથી જ આ વસ્તુ ખાવાનું ચાલુ કરો, ખૂબ જ લાભદાયક….

નમસ્કાર દોસ્તો, આજકાલ ઘણા લોકોને કબજિયાતની સમસ્યા વધવા લાગી છે,લોકો દવાઓનો ઉપયોગ કરે છે છતાં પણ આ કબજિયાતની બીમારીમાંથી છુટકારો મળતો નથી.પરંતુ આજે આપણે એક એવા દેશી ઉપાય વિશે જાણીશું જેનાથી વર્ષો જૂની કબજિયાતમાંથી છુટકારો મળી શકે છે.

બારેમાસ કરિયાણાની દુકાને મળતા અંજીર ઘરે લાવો, ત્યારબાદ અંજીરને ધોઈ લો, પછી પાણીમાં ડૂબે તે રીતે ૩ અંજીર રાત્રે સૂતી વખતે પલાળી દો,ત્યારબાદ સવારે જ્યારે આ પાણી મધ રંગનું કથ્થાઇ પાણી થઈ જશે,તે પાણીને પીવાનું રહેશે,પછી અંજીર ચાવીને ખાઈ જાઓ.

આવું જ સવારે પાણીમાં ૩ અંજીર પલાળી દો, આ પાણી સાંજે જમ્યા બાદ પીવાનું રહેશે અને ૩ અંજીર ચાવીને ખાઈ જાઓ.જે લોકોને કબજિયાતની વધુ તકલીફ હશે તેમને ખૂબ જ રાહત થશે, અંજીર ખાવાથી આયર્ન,હિમોગ્લોબિન પણ વધે છે.

અંજીર ખાવું આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.