DelhiIndiaInternational

ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીએ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લીધી

નવી દિલ્હી: અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ હેપ્પીનેસ ક્લાસના સત્રમાં ભાગ લેવા દક્ષિણ દિલ્હીની સરકારી શાળામાં પહોંચી હતી. મેલાનિયા દિલ્હીના નાનકપુરા સ્થિત સર્વોદય વિદ્યાલય પહોંચ્યા. ઉત્સાહિત વિદ્યાર્થીઓએ મેલાનિયાને પરંપરાગત રીતે હાર પહેરાવીને અને તેમના કપાળ પર ચાંદલો લગાવીને સ્વાગત કર્યું હતું.

મેલાનીયા આ ઇવેન્ટમાં એકલા જ પહોંચ્યા હતા. મેલાનીયાએ આ સરકારી શાળાના બાળકો સાથે સમય વિતાવ્યો અને જોયું કે કેજરીવાલ સરકારની આ ખુશી કેવી રીતે બાળકોને તણાવમુક્ત રાખે છે અને તેઓને શિક્ષણ ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરે છે.

જણાવી દઈએ કે દિલ્હીની સરકારી શાળાઓમાં દરરોજ 45 મિનિટ હેપ્પીનેસ ક્લાસ ચલાવવામાં આવે છે. તેમાં નર્સરીથી લઈને આઠમા ધોરણ સુધીના બાળકોનો સમાવેશ થાય છે. વર્ગની શરૂઆતમાં બાળકોને મેડિટેશન કરાવવામાં આવે છે. તેમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ નથી, પરંતુ બાળકોએ ફક્ત ધ્યાન ધરવા કહેવામાં આવે છે.