DelhiIndia

નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ અપાયો? જાણો વિગતે

અત્યારે ઉત્તર પૂર્વ દિલ્હીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 4 સ્થળોએ કર્ફ્યુ લગાવાયો છે. અમુક સમાચાર એજન્સીઓ દ્વારા સમાચાર બતાવવામાં આવ્યા છે કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં પોલીસે બદમાશોને ગોળી મારવાનો હુકમ જાહેર કરાયો છે.

ઉત્તર પૂર્વ દિલ્હીની હિંસામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાં શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલ પણ શામેલ છે. જ્યારે 2 આઈપીએસ અધિકારીઓ સહિત 56 પોલીસ ઇજાગ્રસ્ત છે. હિંસાની ઘટનાઓમાં 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસના ડીસીપીએ જણાવ્યું હતું કે લોકોએ છત પરથી પથ્થરમારો પણ કર્યો હતો. હિંસા વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. કોઈને પણ કાયદો હાથમાં લેવાની છૂટ નથી.તેમણે કહ્યું કે હિંસાના કેસમાં 11 એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે ઘણા લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.