News

એક સમયે ગ્રીન ઝોનમાં આવતા આ જીલ્લામાં એકસાથે કોરોનાના 7 કેસ પોઝીટીવ આવતાં તંત્રની ચિંતામાં વધારો…

ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે,કેસ ઓછા થતા નથી તો એના કારણે સરકાર અને પબ્લિકમાં ખુબ જ ચિંતા છે .સરકાર પણ આ મહામારીને રોકવા પોતાના થી બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે.ઘણા લોકો પણ આ મહામારીના કારણે ધંધા રોજગાર વગરના થઇ ગયા છે એ પણ સરકાર માટે મોટો ચિંતાનો વિષય છે.કોરોનાનાં કેસને લઈને વિસ્તારોને અલગ અલગ ઝોનમાં વહેચવામાં આવ્યા હત.જેમાં એક પણ કેસના હોય ત્યાં ગ્રીન ઝોન આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે એક સમયે ગ્રીન ઝોનમાં ગણાતા એવા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં માં એક સાથે કોરોનાના 7 કેસ પોઝિટિવ આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોડીરાત્રે લેવાયેલા સેમ્પલમાં 7 લોકોને કોરોના પોઝીટીવ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અજમેરથી આવેલી મહિલાના સંપર્કમાં આવતા અન્ય 7 લોકોને પણ કોરોનાનો છેપ લાગ્યો છે. અને આ સાત કેસ પોઝીટીવ આવવાની સાથે જ હવે દેવભૂમિ દ્વારકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12 થઈ ગઈ છે.અહી ઉલ્લેખનીય છે કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ દર્દીઓેને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડી દેવામાં આવ્યા છે. હવે આ સાત લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે.

અહી ઉલ્લેખનીય છે કે આજથી થોડા દિવસ પહેલા અજમેરથી આવેલી 50 વર્ષની એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે એ વખતે તેમના સંપર્કમાં આવેલા આ સાતેય લોકોને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા.અને ગઈકાલે તેમનો રિપોર્ટ કરાતા તમામ લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં બે મહિલા, એક પુરુષ, બે બાળક અને બે કિશોરીઓનો સમાવેશ થાય છે જે ટોટલ ૭ લોકો છે.મળતી માહિતી અનુસાર આ તમામ લોકો સલાયાના હોવાનું જાણવા મળ્યું છે.તમને જણાવી દઈએ કે આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કુલ 12 કેસ નોંધાયા છે.

સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે મંગળવારે સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં માત્ર એક કેસ કોરોનાનો પોઝીટીવ નોંધાયો હતો જ્યારે આજે વધુ 7 કેસ સામે આવતા કુલ દર્દીઓનો આંકડો છેક 12 પર પહોંચ્યો છે. અહી ઉલ્લેખનીય છે કે અગાઉ દાખલ કરાયેલા કોરોનાના દર્દીઓમાંથી એક પણને હજી સુધી ડિસ્ચાર્જ મળ્યો નથી, જ્યારે બીજી બાજુ રાહતની વાત એ પણ છે કે દેવભૂમિ દ્વારકામાં હજી સુધી કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.