BollywoodIndia

પ્રેમમાં શારીરિક સંબંધનું કેટલું મહત્વ? જાણો શું કહ્યું દીપિકા પાદુકોણે

બૉલીવુડ અભિનેત્રી દીપિકા જલ્દી જ ફિલ્મ ‘ગહેરાઇયાં’માં દેખાવની છે. આ ફિલ્મમાં દીપિકા અભિનેતા સિદ્ધાર્થ ચાતુર્વેદી અને અનન્યા પાંડે સાથે દેખાશે. હમણાં જ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું છે. જેમાં સિદ્ધાર્થ અને દીપિકાના ખૂબ ઇન્ટિમેટ સીન દેખાડવામાં આવ્યા છે. એ પછી ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચાઓ જાહેર થઈ છે.
 
આ દિવસોમાં ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણને ઘણા પ્રશ્નો પણ પૂછવામાં આવી રહ્યા છે. રિલેશનશિપમાં ફિઝિકલ રિલેશનશિપ વિશે પણ આવા જ સવાલ પૂછવામાં આવ્યા હતા. જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે તે સંબંધમાં શારીરિક આત્મીયતાને કેટલું મહત્વપૂર્ણ માને છે, તો તેણે કહ્યું કે તે સૌથી મહત્વપૂર્ણ નથી.
 
તેણે કહ્યું કે, એવું જરૂરી નથી કે સંબંધમાં શારીરિક લગાવ જરૂરી હોય. આ એક મહત્વપૂર્ણ ભાગ ગણી શકાય. પરંતુ તેનાથી પણ વધુ મહત્વનો વિશ્વાસ છે, જે સંબંધમાં રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમનું કહેવું છે કે, જો બે લોકો વચ્ચે વિશ્વાસ ન હોય તો આ બધી બાબતોનો કોઈ અર્થ નથી.

આ દરમિયાન, તેમને 10 માંથી રિલેશનશિપમાં શારીરિક સંબંધને રેટ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેણે તેને 7 રેટિંગ આપ્યું છે. તેણે એમ પણ કહ્યું કે કોઈપણ સંબંધ ત્યારે તૂટી જાય છે જ્યારે તેના પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જો સંબંધમાં વિશ્વાસ ન હોય તો બાકીની બાબતોનો કોઈ અર્થ નથી.

જ્યારે દીપિકાને ફિઝિકલ ઇન્ટિમેસીને મહત્વ આપવા માટે 10 માંથી નંબર આપવાની વાત કરી તો તેણે 6 કે 7 નંબર આપશે એવું કહ્યું. તેણે એવું પણ જણાવ્યું હતું કે બ્રેકઅપનું સૌથી સામાન્ય કારણ છે બેવફાઇ. જો કોઈના સંબધમાં તિરાડ પડે છે તો તેનું સૌથી મોટું કરણ એ જ હોય છે કે તે આ વસ્તુને બહુ મહત્વ નથી આપતી.

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણની વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે પઠાણ. જેમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપિકાએ એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખરેખર પસંદ આવી છે.’ આ ફિલ્મમાં દીપિકા ફરી એકવાર શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ગહરાઇયાં’ 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી પહેલીવાર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ બંને સિવાય અનન્યા પાંડે અને ધૈર્ય કારવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.