સાબરકાંઠાના MP દીપસિંહ રાઠોડે SP ચૈતન્ય માંડલિકની બદલી કરાવવા કરી રજૂઆત તો ઘણા લોકો કરી રહ્યા છે SP ને સપોર્ટ
રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે.એવામાં પોલીસ અને આરોગ્ય ખાતું ચોવીસ કલાક પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર લોકોની સેવામાં લાગેલી છે.દરેક જગ્યાએ પોલીસ વિભાગની વાહવાહી થઇ રહી છે એવામાં જ સાબરકાંઠામાં એક વિવાદિત મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના લોકસભાના સાંસદ દીપસિંહ રાઠોડે સાબરકાંઠાના SP ચૈતન્ય માંડલિક વિરુદ્ધ મોરચો માંડ્યો છે.દીપસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહ અને રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને એક પત્ર લખીને SP માંડલિકની તાત્કાલિક બદલી કરવા માટે રજૂઆત કરી છે.આ પત્રમાં દીપસિંહે જીલ્લાની ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે જો SP ની બદલી નહિ કરવામાં આવે તો સ્થિતિ બગડી શકે છે.
દીપસિંહે આરોપ મુક્યો છે કે તેઓ SP બંગલામાં રહેવાને બદલે એક ફાર્મહાઉસમાં રહે છે,તેઓ ઓફીસ પણ નિયમિત આવતા નથી,જેના કારણે ફરિયાદ કરવા આવતા અરજદારોને તકલીફ પડે છે અને એવો પણ આરોપ મુક્યો છે કે કોરોનાની સ્થિતિમાં પણ તેઓ કાયદો વ્યવસ્થા જાળવવામાં રસ લેતા નથી અને તેઓ નિષ્ફળ નીવડ્યા છે.
દીપસિંહએ આરોપ મુક્યો છે કે તેઓ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ સાથે સંપર્ક પણ રાખતા નથી જેના કારણે જીલ્લાની સ્થ્તીતી ખરાબ થઇ ગઈ છે અને જો SP ની તાત્કાલિક બદલી કરવામાં નહી આવે તો રાજ્યની સ્તિતિ બગડી શકે છે.માટે SP ની તાત્કાલિક બદલી કરો એવી મારી વિનંતી છે.
પરંતુ બીજી બાજુ સાબરકાંઠામાં ઘણા લોકો SP ચૈતન્ય માંડલિકની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે,MP અને SP વચ્ચેના વિવાદમાં લોકો SP માંડલિકના સમર્થનમાં સોસીયલ મીડિયામાં પોતાના વિચારો રજુ કરી રહ્યા છે.સાથે સાથે સોસીયલ મીડિયામાં એક પેપર કટિંગ સાથે મેસેજ ફરતો કરીને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
સોસીયલ મીડિયામાં શેર કરવામાં આવેલા મેસેજમાંSP માંડલિકને ખુબ જ ઈમાનદાર પોલીસ અધિકારી વર્ણવીને એમની પ્રશંસા કરવામાં આવી રહી છે.આ વાયરલ મેસેજ મેસેજમાં એક ખનીજ ચોરીનો મુદ્દો ઉલ્લેખવામાં આવ્યો છે અને સમગ્ર મુદ્દા પછી અંતમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આવો ઈમાનદાર પોલીસ ઓફિસર મળ્યો છે તો સાબરકાંઠા પોલીસને સપોર્ટ કરજો એવી વિનતી સાથે મેસેજ પૂરો થાય છે.આ વાયરલ મેસેજનો અહી શબ્દશ: ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જીલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ વધતાં ચૈતન્ય માંડલિક,પોલીસ અધિક્ષક સાહેબ સાબરકાંઠા ને આ ખનીજ ચોરી અટકાવવા સુચન કરવામાં આવ્યું હતું જેને લઈને તારીખ ૨૯/૦૪/૨૦૨૦ના રોજ ખાનગી બાતમી મળેલ કે ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈ તાલુકાના ગઢા ગામની સીમમાં આવેલ નદીના પટ વિસ્તારમાં ખનીજનું ગેરકાયદેસર ખોદકામ ચાલુ છે,જેને પગલે પોલીસ વિભાગે ત્યાં રેડ કરી હતી અને એ દરમિયાન ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરેલ હજારો ટન રેતીના ઢગલા સાથે ૧૦ આઇવા ટ્રક અને ૩ હિતાચી મશીન એમ ટોટલ ૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ખનીજ વિભાગને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગ દ્રારા પોલીસની કાર્યવાહીને ઉચિત ગણીને રેતીના રૂપિયા ૨,૩૬,૦૦,૦૦૦ તથા આઇવા અને હિટાચી મશીનના ૨૨,૦૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૨,૫૮,૦૦,૦૦૦ નો દંડ આરોપીને ફટકારવામાં આવ્યો હતો.આમાં રાજકારણીઓ ના મળતિયા સામેલ છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ઘટના સાથે જોડીને SP માંડલિકને ઈમાનદાર બતાવી લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે.
તો બીજી બાજુ કોંગ્રેસના આગેવાનો પણ આ મુદ્દે રીતસરનો સાંસદ સામે વિરોધ વ્યક્ત કરી પોલીસ અધિકારી માંડલિકની બદલી ના થાય એ માટે પોતાના ઉગ્ર વિચારો વ્યક્ત કરી રહ્યા છે.અહી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પોલીસ અધિકારી માંડલિક પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક્સિડન્ટ થયેલું જોઇને પોતાની ગાડી ઉભી રાખીને પીડિતોની વહારે આવીને માનવતાનો ઉત્તમ નમુનો દાખવ્યો હતો જે મુદ્દે પણ લોકો એ વખતે એમની ખુબ જ પ્રશંસા કરી રહ્યા હતા.