આ દાદાએ 90 વર્ષની ઉંમરે કર્યા છે 5 લગ્ન, હવે 6ઠ્ઠા લગ્ન માટે પણ આતુર છે
વિશ્વના મોટાભાગના લોકો એક જ લગ્નમાં ખૂબ જ સંતુષ્ટ હોય છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ એક લગ્નથી સંતુષ્ટ નથી. પોતાની જાતને સંતોષવા માટે લગ્ન કર્યા પછી પણ લગ્ન કરવાનું ચાલુ રાખે છે. તેમ છતાં 50-60 વર્ષની ઉંમર પછી, તેઓ ને લગ્નમાં રસ ઓછો હોય છે પરંતુ કેટલાક લોકો તેનાથી પણ આગળ વધી જાય છે અને તેમના લગ્નનું ભૂત શાંત થતું નથી. અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે 90 વર્ષની ઉંમરમાં અત્યાર સુધીમાં 5 લગ્ન કર્યા છે.
પરંતુ હજી પણ તેનું મન સંતુષ્ટ નથી, તેથી તે હવે 6ઠ્ઠા લગ્ન માટે પણ તૈયાર છે. બહુ ઓછા લોકો આ વાત પર વિશ્વાસ કરી શકશે પરંતુ આ વાસ્તવિકતા છે. એક વ્યક્તિ એવી છે જેણે 90 વર્ષની ઉંમરમાં 5મી વખત લગ્ન કર્યા અને હવે તે 6ઠ્ઠા લગ્ન માટે તૈયાર છે. આવો જાણીએ આ વ્યક્તિ વિશે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિનું નામ ‘નાદિર બિન દહૈમ વહાકલ મુર્શિદી અલ ઓતૈબી’ છે.
આ વ્યક્તિ સાઉદીના અફીક પ્રાંતનો રહેવાસી છે. તાજેતરમાં જ આ વ્યક્તિએ તેના 5મા લગ્નની ઉજવણી કરી હતી.તેના પુત્ર-પૌત્ર સહિત પરિવારના અન્ય સભ્યો પણ વ્યક્તિના લગ્નમાં હાજર રહ્યા હતા. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વ્યક્તિએ કહ્યું કે તે તેના 6ઠ્ઠા લગ્ન માટે પણ તૈયાર છે અને જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી લગ્ન કરવાનું ચાલુ રાખશે. આ વૃદ્ધ વરની ચર્ચા સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે. લોકો આ વ્યક્તિ પર ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.