health

છાતીમાં બળતરાં અને એસિડિટીને અવગણશો નહીં, થઇ શકે છે પેટનું કેન્સર

મસાલેદાર અને તેલવાળા ખોરાકનું સેવન અથવા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, એસિડિટીની સમસ્યાને આમંત્રણ આપે છે. ઘણા લોકો એસિડિટી જેવી સામાન્ય તકલીફને અવગણે છે, પરંતુ ક્યારેક આ સામાન્ય લાગે એવી સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ખાટા ઓડકાર, છાતીમાં બળતરાં અથવા એસિડ રિફ્લક્સની સમસ્યાઓ ક્યારેક પેટના કેન્સરના રોગચિહ્ન બની શકે છે. પેટના ઉપરના અથવા નીચેના ભાગમાં કેન્સર થવાની શક્યતા છે, જે જીવલેણ બીમારી માનવામાં આવે છે. જો લક્ષણો પર સમયસર ધ્યાન આપવામાં ના આવે તો તે વ્યક્તિના જીવ માટે જોખમરૂપ બની શકે છે.ડોક્ટરો જણાવે છે કે જેમ ઉંમર વધે છે, તેમ તબીબી સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. કોઇપણ તકલીફ પર ધ્યાન આપવું અને તેનુ નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.

સામાન્ય હાર્ટ બર્ન, એટલે કે છાતીમાં બળતરાં ઘણીવાર સામાન્ય સમસ્યા લાગે છે, પરંતુ તે પેટના અલ્સર અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું નિર્દેશન હોઈ શકે છે. કેટલાંક લોકોમાં પેટના કેન્સરની શરૂઆતએ એવું લાગે છે કે ચિંતાજનક નથી, પણ ધીમે ધીમે બીમારી શરીરના અન્ય અંગોમાં ફેલાઈ શકે છે.

જો વારંવાર એસિડિટીની સમસ્યા થાય છે, તો તે પેટમાં પાયલોરી બેક્ટેરિયા સાથે જોડાયેલા ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. આ ઇન્ફેક્શન ડીએનએને નુકસાન પહોંચાડીને પેટના કેન્સરના જોખમમાં વધારો કરે છે. આ તકલીફોથી બચવા માટે ઓઇલી અને મસાલેદાર ખોરાકને ટાળો. વધતું વજન નિયંત્રિત કરવા માટે નિયમિત શારીરિક કસરત કરો અને સંતુલિત આહાર લાવો. ભોજન પછી તરત સૂવો નહિ અને થોડું ચાલવાની આદત પણ રાખો.

જો તમને છાતીમાં બળતરાં, ખોરાક ગળવામાં તકલીફ, કાળું મળ, અતિશય કમળો, ઉલટી-ઉબકાં જેવા લક્ષણો વારંવાર જોવા મળે, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું સંકેત હોઈ શકે છે. સમયસર ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. આજના સમયમાં યોગ્ય જીવનશૈલી અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમયસર રોગની ઓળખથી સર્જરી, કિમોથેરાપી અને રેડિએશન થેરાપી દ્વારા સારવાર શક્ય બને છે. સ્વસ્થ રહેવા માટે આલ્કોહોલ અને અસ્વસ્થ આદતોને ટાળવી પણ જરૂરી છે.