Request for blocking lost/stolen mobile : મોબાઈલ આજના યુગમાં દરેક માનવીની મહત્વની જરૂરિયાત બની ગઈ છે. તે માત્ર એકબીજાના સંપર્કનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના ઘણા મહત્વપૂર્ણ કાર્યો ફક્ત મોબાઇલ દ્વારા જ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં જો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો સામાન્ય માણસ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેને સમજાતું નથી કે હવે તેણે શું કરવું જોઈએ. સૌથી વધુ ટેન્શન આપનારી બાબત એ છે કે મોબાઈલમાં અંગત ડેટા હોય છે જેનો ખોટો ઉપયોગ થઈ શકે છે.
આવી સ્થિતિમાં એક IPS અધિકારી અશોક કુમારે ટ્વિટર પર આ સમસ્યાના ઉકેલ વિશે જણાવ્યું છે. તેણે મોબાઈલ ખોવાઈ જાય તો ચિંતા ન કરવાનું કહ્યું છે અને તેણે એક લિંક વિશે પણ જણાવ્યું છે, જેના પર જઈને ફરિયાદ નોંધાવી શકાય છે. આમ કરવાથી ચોર તમારા મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં.
IPS ઓફિસર અશોક કુમારે ટ્વીટ કર્યું, ‘મારો મોબાઈલ ખોવાઈ ગયો! ચિંતા કરશો નહીં. જો તમારી પાસે સમય ઓછો હોય અને પોલીસ પાસે ન જઈ શકો તો આ માહિતી તમારા કામમાં આવશે. આ ચોરીની ફરિયાદ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારી ફરિયાદ નોંધાવો. આ ચોર તમારા મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવશે અને તેને પરત કરવાની ફરજ પડશે.
🚨 मेरा मोबाइल गुम हो गया है! 😫
सबसे पहले, चिंता न करें। यदि आपके पास समय की कमी है और आप पुलिस के पास नहीं जा सकते हैं, तो यह जानकारी आपके बहुत काम आएगी।
इस चोरी की शिकायत के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें और अपनी शिकायत दर्ज करें। इससे चोर आपके मोबाइल का उपयोग नहीं कर… pic.twitter.com/0hWAvPgade
— Ashok Kumar IPS (@AshokKumar_IPS) June 6, 2023