Ajab Gajab

અહીંના પુરુષો લગ્ન માટે પીવે છે પ્રાણીઓનું લોહી, મહિલાઓ સાથે કરે છે મારપીટ

દુનિયાના લોકો સતત પ્રગતિ કરી રહ્યા છે. લોકો ટેકનોલોજી ની મદદથી ચંદ્ર સુધી પહોંચી ગયા છે છતાં પણ આજના સમયમાં કેટલાક દેશમાં એવી પ્રથા જોવા મળે છે જેને જોઈને લાગે કે દુનિયા હજુ જૂની સદીમાં જ જીવે છે. આવું જ જીવન આફ્રિકન જનજાતિ જીવી રહી છે જ્યાં મહિલાઓને લગ્ન માટે ખરાબ રીતે મારવામાં આવે છે અને આ વાતને મહિલાઓ પોતે ગૌરવની વાત માને છે.

આફ્રિકન જનજાતિ હેમર માં આ વિચિત્ર પરંપરા ચાલી આવે છે. અહીં લગ્નની ઉંમર થાય એટલે છોકરા અને છોકરીઓએ આ પ્રથા નું પાલન કરવું પડે છે. પુરુષો આ ગામમાં ગાય અને બળદ પર કૂદીને પોતાનું બળ બતાવે છે. તો બીજી તરફ મહિલાઓને માર મારવામાં આવે છે. જે પુરુષ પ્રાણીને કાબુ કરી શકતા નથી તેને નિષ્ફળ માનવામાં આવે છે અને તેના લગ્ન થતા નથી. તો સ્ત્રીઓ જ્યારે તેમને માર પડતો હોય છે ત્યારે રડી શકતી નથી.

લગ્ન નાયક છોકરીઓને મારવા માટે એક ગ્રુપ આવે છે અને છોકરીઓને ચાબુક અને લાકડીથી મારે છે. માર ખાવાની પીડા યુવતીઓ દેખાડી શકતી નથી. જે સ્ત્રી સૌથી વધુ માર્ગ સહન કરે તેના લગ્ન સૌથી નાના છોકરા સાથે કરવામાં આવે છે.

જોકે આ મારપીટ ફક્ત લગ્ન સુધી જ મર્યાદિત નથી પરંતુ મહિલા ને બે બાળકોનો જન્મ ન થાય ત્યાં સુધી આ પરંપરા નિભાવવામાં આવે છે. મહિલાઓ પણ પોતાના શરીર પર પડેલા નિશાનને ગર્વની વાત કહે છે.