સુરતમાં નશામાં ચૂર નબીરાનો જોવા મળ્યો રફ્તારનો કહેર, ચાર લોકોને લીધા અડફેટે

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતના વરાછાથી સામે આવ્યું છે.
સુરતના મોટા વરાછા માં એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી બાઈક સવારને અડફેટે લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સુધી મામલો પહોંચતા ભાવેશ ચલોડીયા નામના વ્યક્તિની પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે કારની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઈ કાલ રાત્રી ના કાર ચાલક અકસ્માત સર્જવામાં આવ્યો હતો. બેફામ કાર ચલાવવાના લીધે રોડ પર કાર ચાલક દ્વારા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો. આ યુવક દ્વારા ત્રણથી ચાર લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. બેફામ ગાડી ચલાવી ને રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેવામાં આવ્યા હતા. તેમ છતાં એક બાઈક સવાર ને ગંભીર ઇજા પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
તેમ છતાં અકસ્માત સર્જી નાસી જાય તે પહેલા જ હાજર લોકો દ્વારા કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો અને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. કાર ચાલક નબીરો નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો. કારચાલકને લોકો દ્વારા પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ભાવેશ ચલોડિયા ને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કારને પણ ડિટેઈન કરી અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ કારમાંથી પોલીસને મળી નહોતી. કાર ચાલક દ્વારા બાઇકને ટક્કર મારવામાં આવી હતી. બાઇક સવાર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. બાઇકનો આગળનો ભાગ પણ તૂટી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે નજીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.