Paytm પર RBI ની સખ્ત કાર્યવાહી, 29 ફેબ્રુઆરી થી આ સેવાઓ રહેશે બંધ

ઓનલાઈન પેમેંટ સર્વિસ આપનાર દિગ્ગજ કંપની Paytm ને ભારતીય રિઝર્વ બેંક તરફથી સખ્તાઈ વર્તવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. એવામાં હવે PPBL ની સાથે નવો કોઈ પણ કસ્ટમર જોડાઈ શકશે નહીં. કેન્દ્રીય બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગૂ કરાયો છે.
તેની સાથે બેંકનાં ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વગર બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી અપાશે. પરંતુ તે પૈસા જમા કરી શકશે નહીં. RBI દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949 ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ બાબતમાં RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પેટીએમ ગ્રાહકોને 29 ફેબ્રુઆરી પછી ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને નેશનલ મોબિલિટી કાર્ડમાં પૈસા જમા કરાવવાની સુવિધા મળશે નહીં. તેમ છતાં તેમના ખાતામાં વ્યાજ, કેશબેક અને રિફંડ મળી શકે છે. RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કોઈ બેન્કિંગ સેવા આપશે નહીં.
રિઝર્વ બેંક દ્વારા Paytm Payment Bank પર લેવામાં આવેલ એક્શન અંગે જણાવવામાં આવ્યું છે કે, એક ઓડિટ રિપોર્ટ અને બાહરી ઓડિટર્સ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ બાદ Paytm ની બેંકિંગ સર્વિસમાં નિયમોનાં ભંગ અને મેટીરિયલ સુપરવાઇઝરી ને લગતી ઘણી બાબતો સામે આવી છે. તેના લીધે કેન્દ્રીય બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે. આદેશ મુજબ નવા ગ્રાહકો પર પ્રતિબંધની સાથે-સાથે 29 જાન્યુઆરી 2024 બાદથી હાલના કસ્ટમર ના એકાઉન્ટસમાં પણ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી દેવાઈ છે.