Ajab GajabIndia

દુલ્હને મચાવી ધૂમ, જીપમાં બેસીને કરી એવી એન્ટ્રી કે જોઈને જાનૈયા ચોંકી ગયા

લગ્નનો દિવસ દરેક યુવતી માટે ખુબ ખાસ હોય છે. જયારે તે દુલ્હન બને છે તો તે ઇચ્છતી હોય છે કે બધાની જ નજર તેની ઉપર હોય. પોતના લગ્નને યુનિક બનાવવા માટે હાલમાં એક અનોખો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. કોઈ દુલ્હન ફૂલો સજાવેલ ડોલીમાં આવે છે તો કોઈ હવામાં જુલો જુલીને સ્ટેજ પર આવે છે. ઘણી દુલ્હન ઘોડી પર બેસીને આવે છે તો અમુક બુલેટ પર બેસીને આવે છે. પણ આજે અમે તમને એક એવી દુલ્હનથી માલાવીશું જેણે પોતના લગ્નને ખાસ બનાવવા માટે એકદમ ખાસ સ્ટાઇલમાં એન્ટ્રી કરી.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઉપરની જીપમાંથી લગ્નમાં પ્રવેશતી દુલ્હનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દુલ્હન પીળી ખુલ્લી જીપ ચલાવતી અને લગ્નમાં એન્ટ્રી મારતી જોઈ શકાય છે. આ દરમિયાન તેની બહેન તેની બાજુમાં બેઠી છે. તેના હાથમાં એક બેનર છે જેમાં લખ્યું છે “જો તમે અમારી બહેન સાથે લગ્ન કરવા માંગો છો, તો તમારે કિંમત ચૂકવવી પડશે.” જીપમાં દુલ્હનના ભાઈઓ પણ છે જેઓ પાછળ ડ્રમ પર ડાન્સ કરતા જોવા મળે છે.

દુલ્હનની આ એન્ટ્રી જોઈને મહેમાનો પણ દંગ થઇ ગયા છે. તેમને વિશ્વાસ નહોતો થતો કે એક દુલ્હન એ જાતે જ લગ્નના દિવસે જીપ ચલાવીને આવીરીતે એન્ટ્રી કરશે. સામાન્ય રીતે આવું દ્રશ્ય બહુ ઓછું જોવા મળે છે. આવી એન્ટ્રી એ એક પુરુષ જ કરતો હોય છે પણ આ દુલ્હને કરી બતાવ્યું છે કે યુવતીઓ એ યુવક બરાબર જ છે.

જીપમાંથી એન્ટ્રી મારતી દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને theadorableweddings નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યું છે. આ વીડિયોને 6 લાખથી વધુ લોકોએ જોયો છે. લોકો આ અંગે રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આઈલા! આ એકદમ ફિલ્મી શૈલી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે, ‘આ એન્ટ્રી જોઈને તો સારા સારા ફિલ્મસ્ટાર ચોંકી જશે. પછી એક કોમેન્ટ આવે છે કે, ‘મારા પ્રમાણે તો આ દુલ્હનની એન્ટ્રી એ અત્યાર સુધીની સૌથી બેસ્ટ એન્ટ્રી છે.’ આમ લોકો આ વિડિઓ ઉપર ખુબ જ સારી કૉમેન્ટ્સ આપી રહ્યા છે અને વિડિઓને ખુબ શેર પણ કરી રહ્યા છે.