GujaratSouth GujaratSurat

સુરતના સચિન વિસ્તારમાં ડમ્પરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું, પતિની સામે જ પત્નીનું દર્દનાક મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરત શહેરના સચિન વિસ્તારથી સામે આવ્યો છે.

સુરતના સચિન વિસ્તારમાં ડમ્પર દ્વારા બાઈકસવાર દંપતીને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા પર ડમ્પર ફરી વળતા કચડાઈને ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે મહિલાના પતિને સામાન્ય ઈજા પહોંચી હતી. એવામાં પતિ સામે જ પત્નીનું આ રીતે મોત થતા ઘટનાસ્થળ પર શોકનું મોંજુ ફરી વળ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ડમ્પરચાલક નાસી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેનાર રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. એવામાં રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા ખાતે જવા માટે નીકળ્યા હતા. પરંતુ તે સમયે સચિન ખાતે આવેલી એપ્રલ પાર્ક રોડ નજીક ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. એવામાં ઘટનામાં રાકેશભાઈની પત્ની માધુરી મિશ્રાનું ડમ્પર નીચે કચડાઈ જતાં ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત રાકેશભાઈને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલામાં મૃતક મહિલાના પતિ રાકેશ મિશ્રા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું અને મારી પત્ની ઘરેથી કોસંબા ખાતે જવા માટે નીકળ્યા હતા. તે ડમ્પર દ્વારા પાછળથી અડફેટે લેવામાં આવતા મારી પત્નીને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે 108 ને ફોન કરવામાં આવતા તે 15 મિનીટ સુધી ઘટનાસ્થળ પર આવી નહોતી. ત્યાર બાદ મને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે મારી પત્નીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું.

રાકેશ મિશ્રાની વાત કરવામાં આવે તો તે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જ્યારે છેલ્લા 15 વર્ષથી પત્ની, બે પુત્ર, એક દીકરી સાથે સચિન વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. એવામાં ગઈ કાલના પત્ની સાથે બાઈક પર જતા ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવતા પત્નીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના લીધે ત્રણ બાળકોને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો  છે. આ મામલામાં પોલીસ દ્વારા ડમ્પર ચાલકની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.