તહેવારોની સીઝનમાં ખાનગી ટ્રાવેલ્સની મનમાની શરૂ, મુસાફરો પાસે શરૂ કરી ઉઘાડી લૂંટ
જો તમે આ તહેવારોની સીઝનમાં વતનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા ખિસ્સા ખંખેરાવવા માટે તૈયાર રહેજો. જો કે આ તહેવારોની સીઝનમાં ખાનગી ટ્રાવેલ્સના ભાડા ડબલ લેવાનું શરૂ થઇ ગયું છે. જો કે આ તહેવારોમાં પહેલીવાર નથી પરંતુ દર વર્ષે તહેવારોની સીઝન આવતા ખાનગી ટ્રાવેલ્સ ઉઘાડી લૂંટ શરૂ કરી દે છે ત્યારે અત્યારે પણ ખાનગી ટ્રાવેલ્સએ તેમના ભાડા ડબલ કરી દીધા છે.
નોંધનીય છે કે આપણા ગુજરાતમાં મોટા ભાગના લોકો સુરતથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર જનારા હોય છે. ત્યારે તહેવારોની સીઝનમાં દરરોજ 500 થી પણ વધુ ખાનગી લક્ઝરી બસો દ્વારા મુસાફરો તેમના વતને જાય છે. જો કે સામાન્ય દિવસોમાં ખાનગી લક્ઝરી બસોનું ભાડું 600 રૂપિયા થી 1500 રૂપિયા જેટલું લેવામાં આવતું હોય છે પરંતુ તહેવારની સીઝન આવતા જ બસ સંચાલકો દ્વારા આ ભાડું ડબલ કરીને 1200 રૂપિયા થી 3000 રૂપિયા સુધી લેવામાં આવે છે.
જો કે આવા ધાર્મિક તહેવારમાં બસ સંચાલકો લોકો દ્વારા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવે છે. મુસાફરો દ્વારા જાણવવામાં આવતા તેમને કહ્યું હતું કે સામાન્ય દિવસોમાં રાજસ્થાનની 1400 રુપિયા ટિકિટ હોય છે, પરંતુ હાલમાં તેનો ભાવ ડબલ કરીને 2400 રુપિયા લેવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં બસ સંચાલકો દ્વારા ખુલ્લી લૂંટ ચલાવતા હોવાનું મુસાફરોએ જણાવ્યું છે.
આટલું જ નહિ તહેવારની સીઝનમાં એવું ઓણ જોવા મળ્યું છે કે, લક્ઝરી બસના સંચાલકો માણસોને તો બસમાં ઠસો ઠસ ભરે જ છે સાથે સાથે બસની ઉપર ગુડ કેરિયર પણ મોટા પ્રમાણમાં લઈ જતા હોય છે આ રીતે પણ તેઓ ડબલ કમાણી કરે છે. જો કોઈ મુસાફર ટિકિટના ભાવ વધારે લે છે તેવું પૂછે તો તેમને બસમાં બેસાડતા નથી. ખાનગી બસો મુસાફરોને તેમના માદરે વતન એટલે કે તેમના ગામ સુધી તેમને ઉતારતી હોય છે. જેના કારણે લોકોને ટિકિટ ભલે મોંઘી પડતી હોય તેમ છતાં પણ લોકો આ ટિકિટ લેવાનું વધુ પસંદ કરતા હોય છે.