Ajab GajabInternational

ફ્લાઇટ દરમિયાન એક પેસેન્જરે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલતા અનેક પેસેન્જરોનો જીવ મુકાયો મુશ્કેલીમાં, જુઓ વીડિયો

સાઉથ કોરિયાની એશિયાના એરલાઈન્સની ફ્લાઈટમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. શુક્રવારે ફ્લાઇટ દરમિયાન એક વિચિત્ર પેસેન્જરે એરક્રાફ્ટનો એક્ઝિટ ગેટ ખોલ્યો, જેનાથી ઘણા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એશિયાના એરલાઈન્સની ફ્લાઈટ નંબર OZ8124 જેજુ આઈલેન્ડથી ડેગુ શહેર માટે ઉડાન ભરી હતી. ઉતરાણની થોડી મિનિટો પહેલાં, ઇમરજન્સી ગેટ પાસે બેઠેલા વ્યક્તિએ મેન્યુઅલ લિવર વડે ગેટ ખોલ્યો. આ દરમિયાન વિમાનની ઝડપ ખૂબ જ ઝડપી હતી અને વિમાન 700 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું.

ગેટ ખોલતાની સાથે જ જોરદાર અવાજ સાથે એરક્રાફ્ટની અંદર હવા ભરાવા લાગી અને ઘણા મુસાફરોના શ્વાસ લેવા લાગ્યા. જોરદાર પવનના કારણે સામાન ઉડવા લાગ્યો, જેના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા. આ ઘટના બાદ કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ગેટ ખોલનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.