GujaratIndiaNews

દ્વારકા જાઓ તો આ રેસ્ટોરન્ટમાં જમ્યા વગર પાછા ન આવતા, અહી ગ્રાહકોને ખૂબ પ્રેમથી જમાડે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું દ્વારકા શહેરની, જો તમે દ્વારકામાં જશો અને કોઈને પૂછશો કે અમારે ગુજરાતી જમવું છે તો તમને આ એક જ જગ્યાનું નામ આપશે,જેનું નામ શ્રીનાથ ડાઈનિંગ હૉલ છે,જે દ્વારકામાં ખૂબ જ જાણીતા છે.આ રેસ્ટોરન્ટમાં દરેક ગ્રાહકોને પૂછવામાં આવે છે કે જમવાનું કેવું લાગ્યું, અહી ગ્રાહકોને ખૂબ પ્રેમથી જમાડે છે.ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, બાકી બધુ ૫૨ ગજની ધજાવાળો સંભાળે.

આ રેસ્ટોરન્ટમાં ઓછામાં ઓછું ૧ કલાકનું વેઇટિંગ રહેતું હોય છે.અહી ૧૫૦ રૂપિયામાં ૪ જાતના શાક,રોટલા,રોટલી,સલાડ,પાપડ, ગોળ,ઘી, છાશ, દાળ-ભાત આ બધુ અનલિમિટેડ જમી શકો છો.જો આપણે સરનામાની વાત કરીએ તો દ્વારકામાં ભદ્રકાલી માતાના મંદિરની બાજુમાં, બેન્ક ઓફ બરોડાની સામે આ હોટેલ આવેલ છે.તેમની 2 શાખા છે,બીજી પણ દ્વારકામાં જ છે.

જમવા માટે હોટલનો સમય સવારે ૧૧.૩૦ કલાકે થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૭.૦૦ વાગ્યાથી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી જમવાનું મળે છે.જો તમે દ્વારકામાં રહેતા હોવ અથવા દ્વારકા બાજુ જાઓ તો શ્રીનાથ ડાઈનિંગ હૉલમાં જમવા માટે ચોક્કસ જજો,ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.