health

રોજ સવારે ખાવું આ ફળ, માખણની જેમ ઓગળી જશે શરીરમાં જામેલું કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ આપણા રક્તમાં મીણ જેવો એક પદાર્થ હોય છે જે હોર્મોન્સના નિર્માણમાં મદદ કરે છે. પરંતુ જો તેનું પ્રમાણ વધવા લાગે તો રક્તની નસો માટે જામી જાય છે અને તેના કારણે રક્ત પરિભ્રમણ પર અસર થાય છે. કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય તો સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. જોકે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો તે લોકો રોજ સવારે સફરજન ખાવાનું રાખે છે તો તેનાથી ઘણા ફાયદા થાય છે.

દિવસ દરમિયાન બે સફરજન ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ 40% સુધી ઘટાડી શકાય છે. સવારે સફરજન ખાવું અને પછી દિવસ દરમિયાન બીજું એક સફરજન ખાઈ લેવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

સફરજન ખાવા ઉપરાંત દિવસ દરમિયાન 30 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ. આ સિવાય જો તમે નોનવેજનું સેવન કરતાં હોય તો તેનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ અને ડાયટમાં ફળ અને શાકભાજી નું પ્રમાણ વધારવું.