Corona VirusDelhiIndia

મોટી જાહેરાત: PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું,જાણૉ કોને લાભ મળશે

દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર લોકડાઉનમાં સતત રાહત આપી રહી છે. શું હવે કોરોના સંકટ વચ્ચે દેશ આ માર્ગને અપનાવવાની તૈયારી કરી રહ્યો છે? અથવા અર્થતંત્રને વેગ આપવા માટે, લોકડાઉનને હળવા બનાવવા માટેનું બ્લુપ્રિન્ટ તૈયાર છે. આ બધા સવાલો વચ્ચે બધાની નજર પીએમ મોદીના સંબોધન પર હતી.

પીએમ મોદીએ કહ્યું કે દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત છે. આપણે આજ સુધી આવું સંકટ કદી જોયું નથી. અકલ્પનિય સંકટ છે પરંતુ થાકવું, હારવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી. સતર્ક રહીને આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું છે. એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે 21 મી સદી ભારતની જ હશે.

પીએમ મોદીએ આજે આત્મનિર્ભર ભારત બનવવા માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. વિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે ભારતના જીડીપીના લગભગ 10 ટકાછે. 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાન માટે જાહેર કરાયું છે.

આ પેકેજ લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે .કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે રાહત મળશે.પીએમ મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગ, આર્થિક સિસ્ટમની લિંક્સને 20 લાખ કરોડ રૂપિયાનો ટેકો મળશે. 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે.