રાજકોટમાં લિફ્ટના સાતમાં માળેથી પટકાતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત
રાજકોટથી આશ્ચર્યચકિત કરનાર ઘટના સામે આવી છે. જેમાં લિફ્ટમાંથી બહાર નીકળતા સમયે પગ લપસી જતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ઇસ્કોન ઓબિટો એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી હતી. જાણકારી મુજબ, લિફ્ટ બંધ થતા વૃદ્ધ દ્વારા બહાર નીકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેમનો પગ લપસી જતા તે નીચે પટકાયા હતા. તેને લીધે તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, રાજકોટના મવડી 80 ફૂટ રોડ પર આવેલ શ્યામલ ઉપવનની પાછળના ભાગમાં ઇસ્કોન એમ્બીટો નામનું રેસિડેન્ટલ ટાવર આવેલ છે. ત્યાં રહેનાર અને ડીઝલ એન્જિનનું કારખાનું ચલાવનાર હરસુખભાઈ નરસિંહભાઈ નામના 65 વર્ષીય વૃદ્ધ આજે સવારના સાતમા માળેથી લિફ્ટ મારફતે નીચે ઉતરી રહ્યા હતા. તે સમયે અચાનક લાઈટ ચાલી જવાના લીધે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. તેને વૃદ્ધ કારખાનેદાર લિફ્ટમાં ફસાઈ ગયા હતા.
આ કારણોસર તેમને લિફ્ટ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દરમિયાન તેમનો પગ લપસી જતા તેઓ નીચે પટકાયા હતા. તેના લીધે તે સાતમાં માળેથી પટકાતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.