GujaratAhmedabad

મહીસાગરના બાકોર ગામમાં વૃદ્ધા પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ

મહીસાગર જિલ્લામાં વિચિત્ર મામલો સામે આવ્યો હતો. જેમાં એક યુવક દ્વારા વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યુવક દ્વારા દુષ્કર્મ આચરવાની સાથે વૃદ્ધાના શરીર પર બચકા પણ ભરવામાં આવ્યા હતા. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, વૃદ્ધા પર દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સાથે ગ્રામજનો દ્વારા આ યુવકને ફાંસીની સજાની માંગણી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગઈ કાલના એટલે 24 માર્ચના રોજ ગામના જ એક નરાધમ જયંતી નામના યુવક દ્વારા એકલા રહેતા વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેની સાથે વૃદ્ધાના શરીર પર છાતીના ભાગમાં તેમજ ગુપ્તાંગ પર બચકા ભરવામાં આવતા વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકોર પોલીસ દ્વારા FSLની મદદ લઇ આ આ યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેની સાથે બાકોરના ગ્રામજનો દ્વારા આ મામલામાં ન્યાયની માંગણી સાથે બાકોર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ગ્રામજનોના કહેવા અનુસાર, આરોપી યુવક જયંતીના આતંકનો ભોગ અનેક ગ્રામજનો સહન કર્યો છે. બાકોર વિસ્તારમાં અલગ-અલગ ગુનામાં સામેલ આરોપી જ્યંતીને ફાંસી આપવાની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

જ્યારે પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા તેને ભારે આઘાત લાગ્યો હતો. માતાને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે પુત્રી માતાની હાલત જોઇને રડવા લાગી હતી. વૃદ્ધાના સંબંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગામનો આ યુવક અચાનક ઘર માં આવી ગયો અને ઘરમાં ગયા બાદ તેના દ્વારા વૃદ્ધાનું મોઢુ દબાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના શરીર પર બચકા ભર્યા હતા. હાલમાં તેમની હાલત ગંભીર રહેલી છે.