AutoIndia

એવરેજ વધારે કિમત ઓછી : એકવાર ચાર્જ કરવા પર 312 કિલોમીટર ચાલશે આ ઇલેક્ટ્રિક ગાડી

પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે અને આવનાર સમયમાં હજી પણ તેના ભાવ ખૂબ વધશે એવી સંભાવના દેખાઈ રહી છે. કેમ કે વિશ્વમાંથી તેલના જે ભંડાર છે તે અમુક લિમિટેડ છે. સતત તેલ કાઢવાને લીધે પેટ્રોલના ભંડારમાં કમી થઈ રહી છે, એક દિવસ એવો આવશે જ્યારે આ ભંડાર પૂરો થઈ જશે. એટલે ઇલેક્ટ્રિક ગાડીને જ ભવિષ્યની ગાડી કહેવામાં આવે છે.

આપણાં દેશ માટે આ બિલકુલ યોગ્ય ગાડી છે કેમ કે આપણાં ત્યાં તેલના ભંડાર બહુ સીમિત સંખ્યામાં છે અને તેલની ઘણીબધી માત્રા આયાત કરવામાં આવે છે આ સાથે ઇલેક્ટ્રિક ગાડી પ્રદૂષણ પણ પૈદા નથી કરી શકતી.ભારતમાં ઈલેક્ટ્રિક બાઈકનું માર્કેટ દિવસેને દિવસે વધી રહ્યું છે, અને હવે ભારતમાં ઈલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં સસ્તી કાર આવવા લાગી છે, જેના કારણે તેનું માર્કેટ પણ વધવાની તૈયારીમાં છે. આજે અમે તમને આવી જ કેટલીક ઇલેક્ટ્રિક કાર વિશે જણાવીશું જેની રેન્જ ઘણી વધારે છે, જ્યારે કિંમત તેનાથી ઓછી છે.

ટાટા ટીગોરની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ગાડી લિસ્ટમાં પહેલા નંબર પર છે. ટીગોર ઇવી કંપનીની Ziptron EV ટેકનોલોજી સાથે આવે છે. આ ગાડીને તમે સિંગલ ચાર્જ પર 306 કિલોમીટર સુધી દોડાવી શકો છો. જ્યારે Tigor EVને ડીસી ફાસ્ટ ચાર્જરથી ફક્ત 65 મિનિટમાં જ ચાર્જ કરી શકાય છે. તેની કિમત 11.99 લાખ રૂપિયા છે.

Tata Nexon EV ને કંપનીની Ziptron ટેક્નોલોજી દ્વારા હાઇ-વોલ્ટેજ પાવરટ્રેન પણ મળે છે. આ કારમાં ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવરની વાત કરીએ તો તેનું એન્જિન 129 PS પાવર અને 245 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. Nexon EV 10 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં 0-100 kmph થી ઝડપ મેળવી શકે છે. આ કાર સિંગલ ચાર્જમાં 312 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. તેની કિંમત 13.99 લાખ રૂપિયા છે.

મહિન્દ્રા ઇ-વેરિટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની કાર, એકમાત્ર ઇલેક્ટ્રિક કાર છે જે મહિન્દ્રા પાસે હાલમાં વેચાણ માટે છે. તે સિંગલ ચાર્જ પર 181 કિમી (MIDC દ્વારા દાવા મુજબ)ની રેન્જ ઓફર કરે છે. આમાં કંપનીએ 288Ah બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. જેને રેગ્યુલર ચાર્જરની મદદથી 11 કલાક 35 મિનિટમાં ચાર્જ કરી શકાય છે, જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જરની મદદથી તેને માત્ર 1 કલાક 30 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. તેની કિંમત 10.15 લાખ રૂપિયા છે.