India
પાણીની ટાંકીમાં હાથણી અને તેનું બચ્ચું પડી ગયા, પછી સેનાએ કેવી મદદ કરી જુઓ
ભારતીય સેના અને આસામના વન વિભાગે રવિવારે સવારે ગુવાહાટીમાં સૈન્ય કેમ્પની અંદર સ્થિત પાણીની ટાંકીમાંથી એક હાથી બચ્ચાને અને તેની માતાને બચાવી હતી. આ ઘટના ગુવાહાટીના નરેંગી વિસ્તારમાં સ્થિત આર્મી કેમ્પની છે, જ્યાં બાળ હાથી અને તેની માતા ટોળામાંથી અલગ થઇ ગયાહતા.તેઓ પાણી પીવા પહોંચ્યા હતા પણ ટાંકીમાં પડી ગયા.
સવારે સૈન્યના જવાનોની નજર પડી ત્યારે તેમણે તાત્કાલિક અધિકારીઓ અને વન વિભાગને જાણ કરી. આ પછી વન વિભાગના કર્મચારી તેમની ટીમ-દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જેસીબી, દોરડું અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા જવાન અને વન કર્મીઓ બંનેને પાણીની ટાંકીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ બચાવ કાર્ય લગભગ બે કલાક ચાલ્યું હતું.
સેનાના એક અધિકારીએ કહ્યું કે બંનેને બચાવવા માટેનું ઓપરેશન ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ આખરે બંનેને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.