News

‘એમ્ફાન’ વાવાઝોડાને લઈ 12 જિલ્લામાં હાઈ એલર્ટ, તંત્રએ કરી લીધી પૂર્વ તૈયારી, જાણો વિગતે..

એકબાજુ સમગ્ર દેશ કોરોનાની મહામારી વચ્ચે જજુમી રહ્યો છે ને બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરીને તંત્રની ચિંતામાં વધારો કર્યો છે તમને જણાવી દઇએ કે ભારતના હવામાન વિભાગે શનિવારે હવામાન ને લઇને એક મહાતની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે બંગાળની ખાડીમાં સર્જાતું ડિપ્રેશન ઝડપથી 12 કલાકમાં સેવિયર સાયક્લોનમાં ફેરવાઈ જશે અને તેના 24 કલાકમાં જ વેરી સેવિયર સાયક્લોનમાં ફેરવાઈ જશે. અહી ઉલ્લેખનીય છે કેપ્રાદેશિક હવામાન વિભાગના વૈજ્ઞાનિક એવા આનંદ દાસના જણાવ્યા મુજબ ચક્રવાતી વાવાઝોડું એમ્ફાન શરૂઆતમાં 17 મે (રવિવાર) ના રોજ ઉત્તર-પશ્ચિમ દિશામાં અને પછી 18થી 20 મે દરમિયાન બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી પાંચ-છ દિવસ માટે અંડમાન સાગર, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ખરાબ હવામાન રહેવાની ચેતવણી આપી દીધી છે. અંડમાન અને નિકોબાર આઇલેન્ડ્સ, ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થશે એવું હવામાન વિભાગની આગાહી માં કહેવામાં આવ્યું છે. અહી ઉલ્લેખનીય છે આ આગાહીના પગલે ઓડિશા સરકારે દરિયાકાંઠાના પ્રદેશના 12 જિલ્લા કલેક્ટરોને સંભવિત પરિસ્થિતિ માટે અગાઉથી જ તૈયાર રહેવા જણાવ્યું છે. ઓડીસા સરકારે કહ્યું છે કે, ‘દક્ષિણ, બંગાળની ખાડી અને અંડમાન સાગરમાં સમુદ્રની પરિસ્થિતિ અશાંતિપૂર્ણ રહેશે. જેના કારણે માછીમારોને 15મી મેથી દક્ષિણ અને મધ્ય મહાસાગરોમાં બિલકુલ ન જવાની સલાહ આપવામાં આવી છે.’

હવામાન વિભાગે આગાહી કરી એ મુજબ અમુક જિલ્લાઓને સતર્ક કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે બાલાસોર, ભદ્રક, જજપુર અને ગંજામ જિલ્લામાં એમ્ફાન વાવાઝોડાની વધુ અસર થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.તો બીજી બાજુ આ આગાહીને પગલે રાજ્યના મુખ્ય સચિવે કેન્દ્રીય કેબિનેટ સચિવને રાજ્યમાં આવતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો રદ કરવા અંગે વિચારણા કરવા માટે જણાવી દીધું છે. આ બાબતે સચિવે દરખાસ્ત પણ કરી છે કે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને 18 મેથી ત્રણ દિવસ માટે રદ કરવામાં આવે.ઈન્ડિયન નેવીએ પણ આ આગાહીને લઈને તૈયારી કરી લીધી છે.અહી ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના જહાજો લોકોની મદદ અને તબીબી સેવાઓ માટે સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે શનિવારે ઓડિશાના સીએમ નવીનચંદ્ર પટનાયકે સંબંધિત અધિકારીઓ સાથે આ આગાહીને પગલે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. અહી ઉલ્લેખનીય છે કે એમ્ફાનને ધ્યાનમાં રાખીને નિયુક્ત કરવામાં આવેલા ઓડિશાના સ્પેશિયલ રિલિફ કમિશનરે કહ્યું છે કે મુખ્યમંત્રીએ તોફાનનો સામનો કરવા એનડીઆરએફ ટીમોની પૂર્વ ગોઠવણી અંગેના આદેશો જારી કરી દીધા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ તેમણે જણાવ્યું છે. તો બીજી બાજુ ઉપરાંત માનવ સંસાધનને રોડ ક્લિયરન્સ માટે તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.