અંગ્રેજીમાં One થી Hundred સુધીમાં કેટલી વાર A આવે છે ? વાંચો આવા અવનવા કોયડા…
નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા કોયડા વાંચીશું. ૧. ધારો કે A ની પત્ની B છે, B ની ભાભી C છે,C ની દીકરી V છે,V ના કાકા G છે,G ની પત્ની K છે, K ની દીકરી T છે, તો બતાવો,A અને T વચ્ચે શું સંબંધ હશે ? જવાબ : જીજા અને સાળીનો સંબંધ છે,
૨. કોફી શોપ પર એક છોકરાએ છોકરીને પૂછ્યું, તું કયા ધોરણમાં ભણે છે ? છોકરીએ કોફીનો કપ ઊંધો કરી નાખ્યો,તો બતાવો છોકરી કયા ધોરણમાં ભણતી હશે ?
જવાબ : કારણ કે કપ પર ૯ નંબરનો અંક લખેલ હતો,માટે છોકરી છઠ્ઠા ધોરણમાં ભણતી હશે,
૩. ૨ બાપ અને ૨ દીકરા એક હોટલમાં જમવા ગયા, દરેક વ્યક્તિએ ૧૦૦ રૂપિયાનું ખાધું, તો બિલ કેટલું ચૂકવ્યું હશે ? ( ૪૦૦ રૂપિયા જવાબ નથી )
જવાબ : કુલ ૩૦૦ રૂપિયાનું બિલ ચૂકવ્યું કેમ કે ખાવા માટે માત્ર ૩ વ્યક્તિ જ ગયા હતા,દાદા,બાપ અને દીકરો આમાં બે બાપ છે અને બે દીકરા
૪. અંગ્રેજીમાં One થી Hundred સુધીમાં કેટલી વાર A આવે છે ? જવાબ : એક પણ વાર A આવતો નથી, આવા અવનવા કોયડા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.