health

એસિડિટી થવા જ ન દેવી હોય તો આ વસ્તુઓ ખાવી જોઈએ, જો થઈ હશે તો કાયમ માટે છુટકારો મળી જશે…

નમસ્કાર મિત્રો,આપણે જોઈએ તો દિવસે દિવસે દરેકના મોઢે સાંભળવા મળે છે કે એસિડિટી થઈ ગઈ છે આના માટેની કોઈ દવા ? તો હા મિત્રો આજે આ માટે ખૂબ જ ઉપયોગી માહિતી જાણીશું,જો તમારે એસિડિટી થવા જ ન દેવી હોય તો આટલું ખાવું જ પડશે,જો તમે આ બધી વસ્તુ ખાતા થઈ જશો તો એસિડિટીમાંથી કાયમ માટે છુટકારો મળી જશે.

એસિડિટી થાય ત્યારે આપણે તેની સમજદારી કયા પ્રકારની રાખીએ છીએ ? તો ભોજન સરખું પચતું ન હોય,આપણે કામ કરીએ અને થાક લાગે,કડવા અને ખાટા ઓડકાર આવ્યા કરતાં હોય, શરીરમાં ભારેપણું લાગતું હોય,ગળામાં અને છાતીમાં બળતરા થયા કરતી હોય,અપચો થતો હોય,આવી તો ઘણી ફરિયાદો થતી હોય છે.

૧. ભોજન કર્યા બાદ વામકુક્ષી કરવાને બદલે જમણે પડખે સૂઈએ તો પણ એસિડિટી થાય છે. ૨. ભોજન કર્યા બાદ સ્નાન કરીએ તો પણ મંદાગ્નિ થઈ જાય છે અને એસિડ ઉત્પન્ન થાય છે. ૩. ચિંતાવાળું જીવન જીવતા લોકોને પણ એસિડિટીની સમસ્યા હોય છે. ૪. મોડી રાત્રે ભોજન કરવાથી પણ એસિડિટી થાય છે. ૫. સમયસર ભોજન ન કરીએ તો પણ એસીડીટી થાય છે.

૬. વૃદ્ધાવસ્થામાં પણ જ્યારે પાચનશક્તિ નબળી પડે ત્યારે પણ એસિડિટી થાય છે. ૭. વધારે પડતા ઉપવાસ પણ ન કરો,ફ્રિજની ઠંડી વસ્તુઓ પણ વધુ સેવન ન કરો. ૮. ફ્રિજમાં મૂકેલી વસ્તુ ફરી ગરમ કરી ખાવાથી પણ એસિડિટી થાય છે. ૯. એસિડિટી માટે ભાત,ફણગાવેલા મગ,મગનું શાક,કારેલા,દૂધી,પરવળ,બધી ભાજી આ વધુ પાચ્ય છે.

૧૦. દૂધ ગરમ કરીને ઠંડુ પાડેલું એ પણ એસિડિટીમાં ખૂબ જ ઉપયોગી છે.એસિડિટી દેશી પદ્ધતિથી મટાડવા માટે સફરજન,દાડમ અને ગુલકંદ ખૂબ જ ઉપયોગી છે. ૧૧. હળદરવાળું દૂધ,સાકર નાખેલું અને તાજું માખણ ખાવાથી પણ એસિડિટી માટી જાય છે.

બીજું કે આપણે જાતે નુસખા કરીને કેટલીક ઔષધીઓ લેતા હોઈએ છીએ તો એ રીતે પોતાની રીતે કોઈ ઔષધિ ન લેવી જોઈએ,નિષ્ણાત વૈદ કે ડોક્ટરની સલાહ વગર આ પ્રકારના રોગમાં ડોક્ટર અથવા વૈદની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ.અમારી માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.