Ajab Gajab

એવી કઈ વસ્તુ છે જે ડાબા હાથે જ પકડી શકો છો, જમણા હાથે ન પકડી શકો, વાંચો આવા મજેદાર ઉખાણા…

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડે તો પણ ભીની ન થાય ?જવાબ : પડછાયો ૨. એવી કઈ વસ્તુ છે જે ઉપયોગમાં લીધા પહેલા તોડવી પડે છે ? જવાબ : અખરોટ ૩. એવી કઈ વસ્તુ છે જે ડાબા હાથે જ પકડી શકો છો,જમણા હાથે ન પકડી શકો, જવાબ : જમણો હાથ

૪. એવો કયો માણસ છે જે ટિકિટ વગર આખી દુનિયામાં ફરી શકે છે ?
જવાબ : પાઇલોટ

૫. હાથ નથી, પગ નથી, આગ છે એની માતા…હવાની મદદથી ઉપર-નીચે થાય છે,
જવાબ : ધુમાડો

૬. ખાતો નથી,પીતો નથી,,નથી પગાર લેતો.. છતાં બધાની રખેવાળી કરું છું,બોલો હું કોણ ?
જવાબ : તાળું

૭. એવો કયો ડર છે,જે રૂપાળા દેખાવમાં મદદ કરે છે ?
જવાબ : પાવડર

૮. એવી કઈ વસ્તુ છે ? જેને જેટલી સાફ કરો એટલી જ કાળી થતી જાય છે, જવાબ : બ્લેક બોર્ડ ૯. એવી કઈ વસ્તુ છે, જે સતત વધ્યા જ કરે છે, ક્યારેય ઘટતી નથી… જવાબ : ઉંમર અમારા આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.