એવી કઈ વસ્તુ છે જેને આગળથી ભગવાને બનાવી છે, અને પાછળથી માણસે બનાવી છે, આવા અવનવા ઉખાણા આજે જ વાંચો,
નમસ્કાર મિત્રો, આજે આપણે અવનવા ઉખાણા વાંચીશું. 1. લીલી માછલીના ઈંડા લીલા પણ,માછલી કરતાં ઇંડાનું મૂલ્ય વધારે,
જવાબ : વટાણા 2 : રામ અને શ્યામ જોડિયા ભાઈઓ છે,બંનેનો જન્મ મઇ મહિનામાં થયો પરંતુ તેમનો જન્મદિવસ જૂનમાં છે, આ કેવી રીતે શક્ય બને ? જવાબ : મઇ શહેરનું નામ છે.
3 : ન ખાય છે કે ન પીવે છે બસ અજવાળાને સાથે લઈને ચાલે છે,પણ છાયાને અને અંધાળાને જોઈને મરી જાય છે !
જવાબ : પડછાયો
4. ચાલે છે પણ જીવ નથી, હાલે છે પણ પગ નથી, ખવાય છે પણ ખૂટતો નથી,બેઠક છે પણ બાજઠ નથી !
જવાબ : હિંચકો
5. એવી કઈ બે વસ્તુ છે, જેમાંથી કોઈ એક ઉડી જાય તો બીજી તેની જાતે જ ઉડી જાય છે,
જવાબ : પ્રેમ અને વિશ્વાસ
6. એવી કઈ વસ્તુ છે,જે વર્ષમાં એકવાર ખરીદીએ છીએ,આખું વર્ષ વાપરીએ છીએ પછી ફેંકી દો છો,
જવાબ : કેલેન્ડર
7. એવું શું છે જેમાં બધુ જ લખેલું હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ વાંચી શકતો નથી,
જવાબ : કિસ્મત
8. એ શું છે જે પગ વગર ભાગે છે અને ફરી ક્યારેય પાછો આવતો નથી,
જવાબ : સમય
9. એવી કઈ વસ્તુ છે જેને આગળથી ભગવાને બનાવી છે, અને પાછળથી માણસે બનાવી છે, જવાબ : બળદગાડી અમારા આ અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.