Ajab Gajab
એવું કયું ફૂલ છે જેમાં કોઈ રંગ નથી કે કોઈ સુગંધ નથી,
નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશુ. ૧. એવું કયું ફૂલ છે જેમાં કોઈ રંગ નથી કે કોઈ સુગંધ નથી, જવાબ : એપ્રિલ ફૂલ, ૨. એવી કઈ વસ્તુ છે જેની પાસે પાંખ નથી તો પણ ઊડે છે,જવાબ : પતંગ
૩. પાંચ અક્ષરનું મારુ નામ, ઊલટું-પુલટુ એક સમાન,
જવાબ : મલયાલમ
૪. એવું શું છે જેને આપણે દિવસમાં ઘણી વાર ઉઠાવીએ છીએ અને મૂકીએ છીએ,
જવાબ : પગલું
૫. એવું શું છે જે આખા રૂમમાં હોય તો પણ જરાય જગ્યા રોકતો નથી,
જવાબ : પ્રકાશ
૬. એવું શું છે જે ઉપર-નીચે થાય છે પરંતુ હલતું નથી,
જવાબ : તાપમાન
૭. મા લીલા રંગની, બાળકો કાળા રંગના, બધા બાળકોને પસંદ કરે છે,બતાવો એ કોણ છે ? જવાબ : એલચી, આવા અવનવા મજેદાર ઉખાણા બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.