એવું શું છે જેની પાસે માથું અને પૂંછડી બંને છે પણ શરીર નથી, વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,
નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશુ. ૧. એવી કઈ અટક છે જેને ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર થાય પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય,જવાબ : છુંછા ( chhunchha ) ૨. એવી કયું વસ્તુ છે જે છોકરા છુપાવીને ચાલે છે અને છોકરીઓ બતાવીને ચાલે છે,જવાબ : પર્સ
૩. એવું શું છે જે સ્ત્રીમાં 2 હોય છે પરંતુ પુરુષમાં 3 હોય છે,
જવાબ : અક્ષર
૪. કાચું ખાવ તો કડકડ થાય, અથાણામાં મારો સમાવેશ થાય, મૂળાનો હું માસિયાઈ ભાઈ,ઓળખી બતાવો હું કોણ ?
જવાબ : ગાજર
૫. એવું શું છે જેની પાસે માથું અને પૂંછડી બંને છે પણ શરીર નથી,
જવાબ : સિક્કો ( કોઈન, Head and tail )
૬. એવું શું છે જેનું શરીર સફેદ અને પૂંછડી લીલી હોય છે,
જવાબ : મૂળો
૭. એવી કઈ બેન્ક છે,જ્યાં પૈસા નથી મળતા, આ ઉખાણાનો જવાબ આવડતો હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.અમારા દ્વારા શેર કરવામાં આવતા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.