India

ઈન્ટર પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થીની, દુખાવો થતાં આપ્યો બાળકને જન્મ

આજે અમે તમને જે અનોખા કિસ્સા વિષે જણાવી રહ્યા છીએ એ ભાગલપુર જિલ્લાનો છે. અહિયાં બુધવારના દિવસે નાથ નગરની રહેવાસી વિદ્યાર્થી રૂપા કુમારી ઈંટર બોર્ડની પરીક્ષા આપવા માટે ઈંટર મુસ્લિમ ઉર્દૂ હાઇ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે પરીક્ષા કેન્દ્રમાં પહોંચી તો તેની થોડીવાર પછી જ પરીક્ષાની વચ્ચે જ તેને દુખાવો થાય છે. જ્યારે તેને પૂછવામાં આવે છે તો ખબર પડે છે કે તે ગર્ભવતી છે.

જ્યારે બાળકીને પ્રસૂતિની પીડા થવા લાગી, ત્યારપછી કેન્દ્રના અધિક્ષક અંબિકા પ્રસાદ સિંહે વિભાગના વરિષ્ઠ અધિકારીઓને આ માહિતી આપી. માહિતી પ્રાપ્ત થઈ છે કે સબ-ડિવિઝનલ ઓફિસર (સદર) ધનંજય કુમારે પ્રસૂતિની પીડાથી કંટાળી રહેલી બાળકીને એમ્બ્યુલન્સ બોલાવીને સદર હોસ્પિટલ મોકલી હતી. જ્યાં તબીબોએ વિદ્યાર્થીનીની સુરક્ષિત ડિલિવરી કરાવી અને રૂપા કુમારીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો.

તમને જણાવી દઈએ કે રૂપા કુમારી ઘોઘાના કર્મચારી ટોલાની રહેવાસી છે, જ્યારે તેના મામા નાથ નગરમાં છે. ગુરુવારે, ઉપ-વિભાગીય અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં બાળક અને માતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે સમયસર માહિતી મળવાને કારણે વિદ્યાર્થિનીને યોગ્ય સમયે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

બીજી તરફ સિવિલ સર્જન ડો.ઉમેશ શર્માનું કહેવું છે કે નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. આ કારણોસર, તેમને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. દરમિયાન જ્યારે આ અંગેની માહિતી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે ત્યાં લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ખુશીના કારણે તેઓએ પરીક્ષા કેન્દ્ર પર જ મીઠાઈ વહેંચી હતી.

જિલ્લા શિક્ષા પદાધિકારી સંજય કુમારનું કહેવું છે કે પ્રસૂતા વિદ્યાર્થી જૂન મહિનામાં થવાવાળી પરીક્ષામાં સામેલ થઈને પરીક્ષા પૂરી કરી શકે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીની આનંદપુર કેન્દ્ર પર પરીક્ષા આપવા આવી હતી. પરીક્ષા દરમિયાન તેને પ્રસવપીડા ઉપડે છે. તે પછી ત્યાંના કેન્દ્ર અધિક્ષક અંબિકા પ્રસાદએ વિદ્યાર્થીનીને દવાખાન મોકલવા માટે પરમીશન આપી અને તેને દવાખાન મોકલવામાં આવી.

કેન્દ્રના અધિક્ષક અંબિકા પ્રસાદનું કહેવું છે કે બપોરે 3.30 વાગ્યે વિદ્યાર્થીની રૂપા કુમારીને લેબર પેઇન શરૂ થયું, ત્યાર બાદ મેં વિલંબ કર્યા વિના તરત જ ફોન કર્યો અને જિલ્લા પ્રશાસને એમ્બ્યુલન્સ મોકલી. હોસ્પિટલમાં ગયા બાદ સાંજે સાડા ચાર વાગ્યે તેણે સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી પરીક્ષા પૂરી થતાં જ પરીક્ષા કેન્દ્રમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.બીજી તરફ રૂપાની માતા ગીતા કુમારીનું કહેવું છે કે તે બાળકીના જન્મથી ખૂબ જ ખુશ છે અને બાળકીનું નામ નાનું રાખી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય કુમારે પણ બાળકીને અભિનંદન પાઠવ્યા છે.