India

સરકારના અજબ-ગજબ નિર્ણય: ક્રૂડ ઓઈલના ભાવ અડધા થઇ ગયા પણ પેટ્રોલમાં 3 રૂપિયા વધાર્યા

કોરોના વાયરસની અસર લોકોની દૈનિક અર્થવ્યવસ્થા તેમજ વિશ્વની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરના વ્યવસાયોને આંચકો લાગ્યો છે. વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ફેરફાર આવ્યો છે.વિશ્વમાં તેલ ના પ્રાઈઝ વોર વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ઘટતા ભાવોનો ફાયદો ભારતના ગ્રાહકોને દેખાઈ રહ્યો નથી.

ક્રૂડ ઓઈલનો ભાવ 64 ડોલર થી 32 ડોલર અડધો થઇ ગયો છે પણ ભારતમાં પેટ્રોલના ભાવ ઘટવાને બદલે વધ્યા છે.ભારત સરકાર દ્વારા ત્રણ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાને બદલે વધ્યા છે.

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ ફેલાયા પછી વધેલા ડર વચ્ચે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આને કારણે ભારતીય ચલણ રૂપિયો પણ ડોલર સામે નબળો પડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ તાજેતરમાં 34 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. હજુ પણ વધુ ઘટાડો થશે તેવું નિષ્ણાતો માની રહયા છે.

કિંમતોની સરખામણી કરીએ તો ક્રુડના ભાવ હવે મિનરલ વોટરથી પણ ઓછો છે. એક બેરલમાં 159 લીટર ઓઈલ હોય છે એટલે એક લીટર ઓઈલની કિંમત લગભગ 13-14 રૂપિયા થાય છે. એટલે જોઈએ તો પાણી કરતા પણ તે સસ્તું છે પણ સરકારના ટેક્સ અને નફો ઉમેરાતા આમ આદમી સુધી 5 ગણા ભાવ થઇ જતા હોય છે.