આજે શનિવારે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન બાદ હવે લોકો આતુરતાથી ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા પર પાછા ફરશે અથવા આ વખતે ભાજપનો 22 વર્ષનો વનવાસ સમાપ્ત થશે એના પર દરેક લોકોની નજર છે.જો કે મતદાન પછી આજ તક-એક્સિસપોલ મુજબ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ફરી વખત ભારે બહુમતી સાથે સત્તા પર પાછા ફરતા જોવા મળે છે.
એક્ઝિટ પોલના આંકડા મુજબ આમ આદમી પાર્ટીને 59 થી 68, બીજેપીને 2-11 બેઠકો મળી રહી છે.કોંગ્રેસની ગત વિધાનસભાની ચૂંટણીની જેમ ફરીથી ખાતું ખોલવું મુશ્કેલ છે અને એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને એક પણ બેઠક મળી હોવાનું જણાતું નથી.આમ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓ,મુખ્યમંત્રીઓ એ પ્રચાર કરવા છતાં જીતે તેવું લાગતું નથી.દિલ્હીમાં ભાજપના સૂપડા સાફ થતા દેખાય છે.
ચાંદની ચોક વિસ્તાર હેઠળ વિધાનસભાની 10 બેઠકો છે, આજ તકના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 9-10 બેઠકો મળે તેવી સંભાવના છે જ્યારે ભાજપને ફક્ત એક જ બેઠક મળવાની સંભાવના છે. તે જ સમયે, કોંગ્રેસને અહીં કોઈ બેઠક મળશે તેમ લાગતું નથી.
ઉત્તર પૂર્વ દિલ્હીમાં 9 વિધાનસભા બેઠકો છે, આજ તકના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 7-9 બેઠકો મળે તેવી સંભાવના છે જ્યારે ભાજપને અહીં 0-3 બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસનું ખાતું અહીં પણ ખુલતું હોય તેવું લાગતું નથી.પૂર્વ દિલ્હીની તમામ 10 બેઠકો પરના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટી જીતી શકે છે. અહીં AAP ને 9-10, ભાજપને 0-1 અને કોંગ્રેસને કોઈ બેઠક મળશે તેવી અપેક્ષા નથી.
એક્ઝિટ પોલના પરિણામોમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર ભારે બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવશે તે સ્પષ્ટ દેખાય છે. AAP એ આજે અનેક એક્ઝિટના પરિણામોમાં ભાજપને પાછળ છોડી દીધી છે. તે જ સમયે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્લું જણાતું નથી.