પ્રખ્યાત મહામારી વિશેષજ્ઞએ કર્યો દાવો, જો આ મહિનાના અંતમાં લોકડાઉન હટાવી દેવામાં આવશે તો…
જો આ મહિનાના અંતમાં દેશમાં લોકડાઉન હટાવી દેવામાં આવશે, તો પણ જુલાઇના મધ્યભાગ સુધી કોરોના વાયરસના કેસો ચરમસીમાએ પહોચી શકે છે. એક પ્રખ્યાત મહામારી વિશેષજ્ઞ એ મંગળવારે દાવો કર્યો હતો કે કોરોનાના કેસ શિખરે પહોંચ્યા હોવા છતાં, છેલ્લા બે મહિના દરમિયાન લેવામાં આવેલા મજબૂત નિવારક પગલાને લીધે દેશમાં ચેપના કેસમાં ફક્ત ‘થોડો વધારો’ થવાની સંભાવના છે.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયાના પ્રો. આર બાબુએ કહ્યું, “દેશમાં કોવિડ -19 (કોરોના વાયરસ) થી મરી રહેલા લોકોનો ચાર્ટ વૈશ્વિક સ્તરની તુલનામાં ચોક્કસપણે નીચે તરફ જઇ રહ્યો છે.” બાબુ, જેણે લગભગ છ વર્ષથી ડબ્લ્યુએચઓ સાથે કામ કર્યું છે, કર્ણાટકમાં પોલિયો ચેપના પ્રસારણને નિયંત્રણમાં રાખવા મા તેમનો મહત્વપૂર્ણ ફાળો છે. તેમણે કહ્યું કે, આનો અર્થ એ છે કે દેશમાં વાયરસ સ્થાનાંતરણ મોટા પ્રમાણમાં નિયંત્રિત કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, જો તમે 30 મેના રોજ લોકડાઉનને દૂર કરો છો, તો આપણે જુલાઈના મધ્યમાં સંક્રમણની ટોચ પર હોઈશું, કારણ કે આ માટે તમારે ત્રણ ઇંક્યુબેશન સમયગાળામાંથી પસાર થવું પડશે, જે લગભગ દોઢ મહિના સુધી બેસે છે. તેમણે કહ્યું, આ રોગ કાબૂમાં ન આવે તો રોગ કેવી રીતે ફેલાય છે તે જાણવા આટલો સમય પૂરતો હશે.
અત્યારે લોકોને લોકડાઉનમા હળવી છૂટછાટ આપવામાં આવી છે તો લોકો મોટી સંખ્યામાં બજારોમાં ફ્રી રહ્યા છે જાણે કે એમને કોરોનનો ભય જ ના હોય, આવામાં સ્વાભાવિક છે કે જો લોકોને સંપૂર્ણ પણે છુટ્ટી આપી દેવામાં આવે તો કોરોનના કેસ આવનારા દિવસોમાં ચરમસીમાએ હશે.આ મહામારી માં કોઈ રસી હજી સુધી શોધાઈ શકી નથી અને વૈજ્ઞાનિકોના મત મુજબ અત્યારે એના એટલા બધા કોઈ ચાન્સ પણ દેખાઈ રહ્યા નથી તો આવામાં પબ્લિકે જાતે જ પોતાની સલામતી અંગે વિચારવું પડશે.