healthIndia

ચહેરા પર સામાન્ય મસા જેવુ દેખાતું નિશાન હકીકતમાં હતું કેન્સર, આ કિસ્સો જાણીને ચેતી જજો

ઘણીવાર આપણાં શરીર પર અમુક એવા નિશાન અચાનક દેખાવા લાગે છે જેને જોઈને આપણે તેનું અસલી કારણ ઓળખી શકતા નથી. પણ આ નિશાન પોતાની સાથે મોટી મુસીબત પણ લઈને આવે છે. ઘણીવાર એવું પણ થાય કે જ્યારે આપણે આ નિશાનને બહુ સામાન્ય લઈએ અને કોઈ એલર્જી સમજી લઈએ. પણ હકીકતમાં એ કાઈક અલગ જ હોય છે.

વાસ્તવમાં એક મહિલા સાથે પણ કંઈક આવું જ થયું હતું. અચાનક મહિલાના ચહેરા પર એક નિશાન દેખાયો, જેને તેણે સુંદરતાના નિશાન તરીકે અવગણ્યો. પણ એ નિશાન બ્યુટી માર્કને બદલે મોટી બીમારીમાં ફેરવાઈ ગયું. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, બાબાઝ, આ મહિલાના હોઠ પર આ નિશાન હતું, જેને તે સુંદરતાનું નિશાન માનતી હતી, પરંતુ વાસ્તવમાં તે કેન્સરની બીમારી હતી.

આ મહિલા લગભગ 49 વર્ષની છે તે એન્ડરીયા મોંટાનામાં રહે છે. પોતાની ફેયર સ્કિનનું તે મહિલા ખૂબ ધ્યાન રાખે છે. એક દિવસ અચાનક તેને પોતાના ચહેરા પર એક બ્રાઉન રંગનું નિશાન દેખાય છે. ત્યારે તે મહિલા તેને બ્યુટી માર્ક સમજીને ઇગ્નોર કરે છે. જો કે થોડા સમય પછી તે ડૉક્ટર સાથે આ માર્કને લઈને વાત કરે છે પણ તે સમયે ડૉક્ટર પણ તે માર્કને એક મસસો છે એવું કહે છે.

જે બાદ એન્ડ્રીયા પણ રિલેક્સ થઈ ગઈ હતી. થોડા સમય પછી આ નિશાનનો રંગ અને આકાર પણ બદલાવા લાગ્યો. દરમિયાન, એન્ડ્રીયાએ તેના સોશિયલ મીડિયા પર વાર્ષિક સ્કિન ચેકઅપની પોસ્ટ જોઈ. એન્ડ્રીઆએ આ ચેકઅપ માટે ડર્મેટોલોજિસ્ટ પાસે જવાનું નક્કી કર્યું.

આ ચેકઅપ પછી તેને જે જાણવા મળે છે એ જાણીને તે હેરાન થઈ જાય છે. આ ચેકઅપના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેના હોઠ પર રહેલ બ્રાઉન રંગનું આ નિશાન કેન્સર થવાનું પહેલું લક્ષણ છે. પોતાની આ બીમારી વિષે જાણીને તે આની સારવાર શરૂ કરે છે. જો કે પોતાની આ બીમારી વિષે તેને વહેલા જાણ થઈ જાય છે એટલે તે સારવાર બહુ જલ્દી અને સારી રીતે કરાવી શકે છે.

ડોક્ટરોએ એન્ડ્રીયાના આ નિશાનને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી. એન્ડ્રીયાએ જણાવ્યું કે તેના હોઠના આ નિશાનને દૂર કરવા માટે ડોક્ટરોએ હોઠની ઉપર એક મોટો ચીરો કરીને આ મસોને અલગ કર્યો. જો ડોક્ટરો દ્વારા સમયસર આ નિશાનને દૂર કરવામાં ન આવ્યું હોત તો તે ગંભીર કેન્સરમાં ફેરવાઈ શકે તેમ હતું. જો કે, સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીર પર મસા જેવા નિશાન જોવા મળે છે. પરંતુ જો મસાના રંગ, આકાર અને કદમાં ફેરફાર થાય છે, તો તે ત્વચાના કેન્સરનું કારણ બની શકે છે.