InternationalStory

આજથી 15 વર્ષ પહેલા 19 વર્ષની ઉંમરે માર્ક ઝુકરબર્ગે ફેસબુક લોન્ચ કરેલું, જાણો ફેસબુક વિશેના Unknown Facts

ફેસબુક આજે એક અબજ ડોલરની કંપની છે. આ વિશાળ કંપની પાછળનો માણસ છે 35 વર્ષનો માર્ક ઝુકરબર્ગ. ઝુકરબર્ગની નેટ વર્થ લગભગ 77.8 બિલિયન ડોલર છે. દર મહિને લગભગ 2.5 બિલિયન લોકો ફેસબુક નો ઉપયોગ કરે છે.એનાથી તમે અંદાજ લગાવી શકો છો કે દુનિયામાં ફેસબુકની લોકપ્રિયતા કેટલી છે.

હાર્વર્ડના સ્નાતક, ઝકરબર્ગે તેના કેટલાક મિત્રો સાથે આશરે 16 વર્ષ પહેલાં સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ માટે વિચાર આવ્યો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એકબીજા સાથે જોડાવા અને વાતચીત કરવા માટેના સાધન તરીકે શું શરૂ થયું, તે હવે દુનિયામાં લોકોની જરૂરિયાત બની ગયું છે.સત્તાવાર રીતે, ફેબ્રુઆરી 4 ના રોજ ફેસબુક ની શરૂઆત કરવામાં આવી હતી.

શરૂઆતના દિવસોમાં જયારે ઝુકરબર્ગ હાર્વર્ડ યુનિવર્સીટીમાં ભણતો હતો ત્યારે તેણે કોલેજની વેબસાઈટમાંથી વિદ્યાર્થીઓના ફોટો લઈને FaceMash નામની એક વેબસાઈટ બનાવી હતી. એ વેબસાઈટ થાકી કોલેજના વિદ્યાર્થીઓ એકબીજાના ફોટો સરખાવીને જોઈ શકતા કે કોણ વધુ સુંદર છે. આ વેબસાઈટમાં ઝુકરબર્ગે ખુબ જ રિસ્પોન્સ મળ્યો અને ગણતરીના કલાકમાં જ અનેક લોકોએ આ વેબસાઈટનો ઉપયોગ કર્યો.

પરંતુ કોલેજ દ્વારા ઝુકરબર્ગ પર કાર્યવાહી કરવામાં આવી.કોલેજે કહ્યું કે ઝુકરબર્ગે કોલેજની વેબસાઈટ પરથી દેતા લઈને પ્રાઈવસીનો ભંગ કર્યો છે.જો કે બાદમાં આ આરોપ પાછા લેવામાં આવ્યા હતા.ઓક્ટોબર 2010માં ઝુકરબર્ગની આ વેબસાઈટ 30000 ડોલરમાં વેચાઈ હતી.

ત્યારે અમેરિકામાં Face Book નામની સ્ટુડન્ટ ડિરેક્ટરી વાપરવામાં આવતી જેમાં વિધાર્થીઓના ફોટો અને થોડીક માહિતી હોય.જો કે તે એક ચોપડીમાં જ હતું ઓનલાઇન નહીં.ઝુકરબર્ગે આ ડિરેક્ટરીને ઓનલાઇન બનાવવાનો વિકેહર આવ્યો. ઓનલાઇન ફેસબુક.કોમ બનાવવા માટે તેને મિત્ર તરફથી ફંડ પણ મળ્યું. જેનાથી ઝુકરબર્ગે ધ ફેસબુક નામની વેબસાઈટ બનાવી. આ વેબસાઈટ જોતજોતામાં એટલી પ્રચલિત થઇ કે અનેક યુનિવર્સીટીમાં તેની માંગ વધવા લાગી.

ધીમે ધીમે ફેસબુક વેબસાઈટ માટે ફંડ પણ મળવા લાગ્યું અને ઝુકરબર્ગે વેસાઇટને આખી દુનિયામાં વિસ્તારવાનું નક્કી કર્યું.ધ ફેસબુક ને બદલે ફક્ત ફેસબુક થયું અને તેને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું જેનાથી લોકો એકબીજા સાથે જોડાઈ શકે.

આજે દુનિયામાં કોઈ વ્યક્તિ નહીં હોય જે ફેસબુક થી અજાણ હોય. દુનિયાના મોટાભાગના બિઝનેસ આજે ફેસબુક પ્લેટફોર્મ પર પોતાની જાહેરાત આપે છે. દેશ-દુનિયમ થતી ચૂંટણીઓમાં પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીઓ આજે ફેસબુકનો વધુ ઉપયોગ કરે છે. ઝુકરબર્ગ આજે સોશીયલ મીડીયા પ્લેટફોર્મનો રાજા કહેવાય છે. અન્ય પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ આજે ઝુકરબર્ગના માલિકીના છે.