GujaratJamnagar

જામનગરના મેળામાં રાઈડ સંચાલકોએ અનાથ બાળકોને મફત રાઈડ્સ અને ભાવતા ભોજનની કરાવી મોજ

જામનગર વર્ષે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દર વર્ષની જેમ આ વખતે માનવતાનો એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આ વખતે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ યોજાતા મેળામાં અનાથ બાળકોને મફત રાઈડ્સ કરવામાં આવી હતી અને તેમને આજે ગણેશ ચતુર્થીના પર્વ પર ભાવતું ભોજન પણ આપવામાં આવ્યું હતું.

બાળકોને મેળામાં મફત રાઇડ્સ સવારી કરવા દેવામાં આવતા અને ભાવતું ભોજન કરવામાં આવતા તેમના ચહેરા પર અનોખું સ્મિત જોવા મળ્યું હતું. જો કે આયોજન રાઈડ સંચાલકો અને સામાજિક સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું હતું. જો કે આજે શાળાઓમાં ગણેશ ચતુર્થીની રજા હોવાથી બાળકોએ મેળામાં ઘણો આનંદ માણ્યો હતો.

આ અંગે રાઈડ્સના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મેળો આગામી 11 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત તેમને વધુમાં જણાવવામાં કહ્યું હતું કે મેળામાં રાઈડ્સના સંચાલકો અને સામાજિક સંસ્થા દ્વારા નિરાધાર બાળકોના મનોરંજન માટે તેમને મેળામાં નિઃશુલ્ક રાઈડ્સની મોજ કરાવવામાં આવશે. આ ઉપરાંત બાળકોને આઈસ્ક્રીમ, પોપકોર્ન પણ વહેચવામાં આવ્યા હતા.

રાઈડ્સના સંચાલક દ્વારા આ આયોજન કરવામાં આવતા અંદાજે 200 જેટલા બાળકોએ શ્રાવણી મેળામાં મફત રાઈડ્સનો ખુબ જ આનંદ માણ્યો હતો. જો કે આ મફત કોઈ પણ રાઇડ્સ એકવાર જ નહિ પરંતુ બાળકોને ગમે એટલી વાર કરવો હોય તેની છૂટ આપવામાં આવી હતી. આ મેળામાં માનવતાના અનોખા નજારા સાથે બાળકોના આનંદ કિલ્લોલના દૃશ્યો જોવા મળ્યા હતા.