);});
AstrologyGujarat

ફટકડીના આ ઉપાયથી ઘરમાં સ્થાયી થશે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પોઝીટીવીટી

વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુદોષ દૂર કરવા માટે ઘણાબધા નિયમો જણાવ્યા છે. તમે આ ઉપાય કરીને ઘરમાંથી વાસ્તુદોષ દુર કરી શકો છો. આપણા ઘરના રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેના ઉપયોગથી વાસ્તુ સંબંધિત દોષ દૂર કરી શકો છો. આજે અમે તમને ફટકડીથી જોડાયેલ અમુક વાસ્તુના ઉપાય જણાવીશું. આ ઉપાયનો ઉપયોગ કરીને તમને ઘરમાંથી નકારાત્મકતા દૂર કરી શકશો. આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી રોકી શકશો અને ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણો સુધારો આવશે સાથે માનસિક શાંતિ પણ મળશે. ચાલો જણાવીએ શું છે એ ફટકડીના ઉપાય.

ઘરમાં હંમેશા કોઈને કોઈની તબિયત ખરાબ રહેતી હોય અને હોસ્પિટલના ચક્કર પુરા ના થતા હોય કે પછી આર્થિક રીતે સધ્ધર થવામાં કોઈ મુશ્કેલી આવી રહી છે ધનલાભ થતા થતા રહી જાય છે ધારેલા કામ પુરા થતા નથી. આ દરમિયાન નાહવાના પાણીમાં થોડી ફટકડી ઉમેરો અને આ પાણીથી નાહવાનું રાખો આમ કરવાથી આર્થિક સ્થિતિ સધ્ધર થશે. ધનલાભ થશે આ સિવાય ફટકડીના પાણીથી નાહવાથી સ્કિન સંબંધિત રોગમાં પણ તમને લાભ થશે.

જો ઘરમાં નાના બાળકો છે અને તેમને વારે વારે નજર લાગે છે અથવા તો અડધી રાત્રે તે અચાનક ઉઠીને રડવા લાગે છે તો તેમની ઉપર નકારાત્મકતાનો પ્રભાવ હોય છે એવામાં બાળકના સુવાની પથારી કે પછી પલંગ નીચે ફટકડીના ટુકડા ઉમેરો.જો તમારા ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામી છે તો આ દોષની અસરને દૂર કરવા માટે ઘરના ખૂણામાં એક વાટકીમાં ફટકડીના કેટલાક ટુકડા રાખો. ધ્યાન રાખો કે જ્યાં પણ તમે ફટકડીથી ભરેલો વાટકો રાખો છો, લોકોની નજર તે સ્થાન પર પડે છે. ફટકડીના આ ઉપાયથી વાસ્તુ દોષ અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા થોડા જ દિવસોમાં ઘરમાંથી દૂર થઈ જશે. સમયાંતરે ફટકડી ભરેલી વાટકી બદલવી પડે છે.

જો તમારા ઘરનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે, તો તેનું કારણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાની હાજરી હોઈ શકે છે. આ દોષને દૂર કરવા માટે ઘર સાફ કરતી વખતે પાણીમાં ફટકડી નાખી દો. આ ઉપાયથી ઘરના સભ્યો ઓછા બીમાર પડશે અને તેમની આર્થિક સ્થિતિ પણ સારી થવા લાગશે.

વેપારમાં પ્રગતિ જો ધીમી થઇ ગઈ છે નોકરીમાં પ્રગતિ નથી થઇ રહી ત્યારે આવામાં લાલ કપડામાં ફટકડીના ટુકડા બાંધો અને તેને ઘરના કે દુકાનના મુખ્ય દરવાજા પર લટકાવી દો. ફટકડીના આ ઉપાયથી તમે લાભ તમારી જાતે જ જોઈ શકશો.

જો તમારા ઘરના સભ્યો વચ્ચે વારંવાર કોઈ વાતને લઈને ઝઘડો થતો હોય તો આ ખામીને દૂર કરવા માટે બારી પાસે કાચના બાઉલમાં ફટકડી રાખો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નહી આવે.જે લોકો પર દેવાનો બોજ વધારે હોય અને તે સમયસર તેમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તેઓ ફટકડીમાં સિંદૂર નાખી તેની સાથે એક સોપારી લપેટીને બુધવારે પીપળના ઝાડ નીચે રક્ષાસૂત્રની સાથે રાખો. ફટકડીના આ ઉપાયથી તમે જલ્દી જ દેવાના બોજથી મુક્ત થશો.