રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બોટાદના કુંભારા ગામ થી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, બોટાદના કુંભારા ગામ પાસે પીકઅપ વાન પલટી ખાતા બે લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટના સર્જાતા રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થનાર વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવા આવી હતી. આ દર્દનાક અકસ્માતમાં 2 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે આ અકસ્માતમાં ૨૫ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, બોટાદના કુંભારા ગામ પાસે પીકઅપ વાન પલટી ખાઈ ખાઈ લીધી હતી. જેમાં બે લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જાણકારી મુજબ, વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જતી હતી. એવામાં રાત્રીના બોટાદ જિલ્લાના કુંભારા ગામ પાસે ખોડીયાર મંદિરના બોર્ડ નજીક ડ્રાઈવર દ્વારા અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા પીકવાન વાને પલટી ખાઈ લીધી હતી. આ દુર્ઘટનામાં પિતા-પુત્રીના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. તેની સાથે 25 શ્રમિકોને ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.