Money

FD Interest Rates : SBI માં FD કરવા માંગો છો? તમામ નવા પ્લાન, વ્યાજ દરો અને અન્ય માહિતી જાણો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એટલે કે SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે. બેંકે તેના ગ્રાહકો માટે નવીનતમ વ્યાજ દરો અને અન્ય લાભો સાથે નવી ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ રજૂ કરી છે. બેંક આ યોજનાઓમાં 7.60% સુધી વ્યાજ દરો આપી રહી છે.

FD Interest Rates in SBI: આ બેંક 60 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોને 3.50 ટકાથી 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 4 થી 7.60 ટકા સુધીની FD પર વ્યાજ દરો પ્રદાન કરે છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. SBI ટેક્સ સેવિંગ FD સામાન્ય ગ્રાહકોને 6.50 ટકા વાર્ષિક વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા ઓફર કરે છે.

SBI અમૃત કલશમાં 7.60% સુધીનું વ્યાજછ 12 એપ્રિલ, 2023 થી, બેંકની 400-દિવસીય વિશેષ FD યોજના (અમૃત કલશ) ગ્રાહકોને 7.10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ મળી રહ્યું છે. તમે આ વિશેષ યોજનાનો લાભ 31 માર્ચ, 2024 સુધી મેળવી શકો છો. બેંકે રૂ. 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. નવા દરો 27 ડિસેમ્બર, 2023થી લાગુ થશે. ચાલો અલગ-અલગ મુદતવાળી એફડી પરના વ્યાજ દરો જાણીએ:

FD સમયગાળાનો – વ્યાજ દર (સામાન્ય નાગરિકો)- વ્યાજ દર (સિનિયર નાગરિકો)
7 દિવસથી 45 દિવસ- 3.50% – 4%
46 દિવસથી 179 દિવસ- 4.75% – 5.25%
180 દિવસથી 210 દિવસ- 5.75% – 6.25%
211 દિવસથી 1 વર્ષથી ઓછા- 6% – 6.50%
1 વર્ષથી 2 વર્ષથી ઓછા- 6.80% – 7.30%
2 વર્ષથી 3 વર્ષથી ઓછા- 7% – 7.50%
3 વર્ષથી 5 વર્ષથી ઓછા- 6.75% – 7.25%
5 વર્ષથી 10 વર્ષ સુધી- 6.50% – 7.50%
400 દિવસ (અમૃત કલશ)- 7.10% – 7.60%

SBIની નવી FD સ્કીમ્સમાં વરિષ્ઠ નાગરિકો માટે પણ ખાસ ઑફર્સ છે. બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરાયેલ SBI WeCare પ્લાન નિયમિત FD કરતા વધુ વળતર આપે છે. બીજી તરફ, SBI ગ્રીન રૂપી ટર્મ ડિપોઝીટ 3 અલગ-અલગ મુદત 1111 દિવસ, 1777 દિવસ અને 2222 દિવસ સાથે આવે છે. નવા SBI FD પ્લાનની વિશેષતા એ છે કે તેમાં લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો તેમની મુદ્દલ અને વ્યાજના 90% સુધીની લોન લઈ શકે છે.