health

ફેબ્રુઆરી મહિનામાં આ વસ્તુઓ ભરપૂર ખાઈ લો, શરીર માટે જબરદસ્ત ફાયદાકારક છે,

નમસ્કાર દોસ્તો,ઋતુ પરીવર્તનનો જે સમયગાળો છે એ સમયગાળામાં જ આપણને જાણવા મળે છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલી સારી છે.જેમકે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં શિયાળા બાદ ઉનાળો આવે છે,એટ્લે એવું નથી કે ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થઈ જાય.પણ સામાન્ય રીતે સવાર-સાંજ તમને ઠંડી લાગે છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે.

અને આ જે પરીવર્તન છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે.પણ એ લોકો માટે જેમને રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી છેએનું કારણ એવું છે કે તમે ઋતુ પરીવર્તન થાય તો એ મહિનામાં જે વસ્તુ ખાવી જોઈએ એ નથી ખાતા અને રેગ્યુલર જે વસ્તુ ખાઈ રહ્યા છો એ જ ખાવાનું ચાલુ રાખો છો આના કારણે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે અને ઋતુ પરીવર્તનના સમયગાળા દરમિયાન તમને પણ વધારે તકલીફ થાય છે.

ફેબ્રુઆરી મહિનામાં કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ અને કઈ વસ્તુ નહિવત ઓછી ખાવી જોઈએ ?

ખિચડી : સૌથી પહેલા તો રાત્રિના ભોજન સમયે જે લોકો ખિચડી ખાતા હોય તો તેમણે ખિચડીની સાથે એક ચમચી દેશી ગાયનું ઘી નાખી ખાવાનું છે. ચણા : આ સિઝનમાં ચણાનું વાવેતર ભરપૂર માત્રા થાય છે,તો તમારે પણ ચણા શેકીને અથવા પલાળીને સવારે ચણાનું સેવન કરવું જોઈએ.હા સાથે એ પણ જાણી લો કે,ગાજરનો જ્યુસ પણ પી શકો છો.

દેશી ગોળ : ગોળનું પાણી પીવું એ તો શરીર માટે ખૂબ જ લાભદાયક છે.માટે દેશી ગોળનું પાણી જમ્યા પછી પીવું જ જોઈએ. કઈ વસ્તુ ન ખાવી ? જે લોકો માંસ-મચ્છી ખાય છે તેઓએ આ સિઝનમાં ઓછું સેવન કરવું જોઈએ,કારણ કે આ ઋતુ પરિવર્તનનો સમય હોવાથી આ સમયે હલકો ખોરાક ખાવો જોઈએ,સાથે તૈલી ખોરાક પણ ઓછો ખાવો.