AhmedabadGujarat

ખેડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી

ખેડાથી આગની ઘટના સામે આવી છે. ખેડાના ગોબલજ ગામમાં આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ એટલી વિકરાળ છે કે 10 થી વધુ ફાયર ફાઇટર્સની ટીમની ઘટનાસ્થળ પર દોડી આવી છે. આગ દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે.

પ્રાપ્ત માહિતી મુબ, ખેડા તાલુકાના ગોબલજ ગામમાં ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી રહેલી છે. આ ફેક્ટરીમાં વહેલી સવારના આગ લાગવાની ઘટના ઘટી હતી. આ આગ એટલી વિકરાળ છે કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યો છે. આગની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા નડિયાદ, ખેડા, બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે તેના દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગ પર કાબુ મેળવવા ચારથી પાંચ કલાકનો સમય લાગી શકે છે. જ્યારે આ આગ શોર્ટસર્કિટના લીધે લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી.

જયારે આ આગની વાત કરીએ તો પ્લાસ્ટીકના રોલ બનાવતી ફેકટરીમાં વહેલી સવારના અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ત્રણ ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. તેની સાથે નડિયાદ, ખેડા, અસલાલી, અમદાવાદ, ધોળકા, બારેજા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા હજુ પણ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ આગની ઘટનામાં ફેકટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના રોલ અને રો મટીરીયલ હોવાના લીધે ભીષણ આગ ફાટી નીકળી હતી.