પુષ્પા : ધ રાઇઝ આ દિવસોમાં OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. તે સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાંની એક ઉભરી આવી છે.આ ફિલ્મ 200 કરોડના બજેટમાં બની છે.આ ફિલ્મને લઈને એ વાત સામે આવી છે કે આ સુપરહિટ ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકારોએ તેમાં કામ કરવા માટે નિર્માતાઓ પાસેથી ઘણા પૈસા લીધા છે.
લીડ એક્ટર અલ્લુ અર્જુને પુષ્પરાજની ભૂમિકા ભજવવા માટે 20 કરોડ લીધા છે,જ્યારે તેની ઓનસ્ક્રીન લવ ઈન્ટરેસ્ટ તરીકે જોવામાં આવતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ 10 કરોડ લીધા છે.સામંથા રૂથ પ્રભુએ ખાસ નંબર ‘ઓ અંતવા ઓ ઓ અંતવા’ માટે 1.5 કરોડ લીધા હતા.આવી જ રીતે IPS ભંવર સિંહની ભૂમિકા ભજવવા માટે ફહાદ ફાસીલે લગભગ 3 કરોડ રૂપિયા લીધા છે.
ફિલ્મમાં દક્ષિણાયની તરીકે જોવા મળેલી જાણીતી અભિનેત્રી અનસૂયા ભારદ્વાજે દરરોજના શૂટિંગ માટે 2 લાખ રૂપિયા લીધા છે.કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા રાવ રમેશે ભૂમિરેડ્ડી સિદ્ધપ્પા નાયડુનું પાત્ર ભજવવા માટે 30 લાખ રૂપિયા લીધા છે.
અહેવાલો અનુસાર,અભિનેતા સુનીલે મંગલમ શ્રીનુની ફિલ્મમાં કોમેડી રોલ માટે 1 કરોડ રૂપિયા લીધા છે.આ સિવાય ફિલ્મના નિર્દેશક અને લેખક સુકુમારે 25 કરોડ રૂપિયાની ફી લીધી છે.આ રીતે,નિર્માતાઓએ ફિલ્મમાં મજબૂત કલાકારોને કાસ્ટ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, જેના પરિણામે આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.