દિલ્હીમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં વિજયની ઉજવણી કરી રહ્યા હતા. જો વિજય મોટી હોય તો ઉજવણી પણ મોટી હોય છે. પાટનગરના દરેક ક્ષેત્રમાં પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, મહેરૌલીથી નવા ચૂંટાયેલા આપ ધારાસભ્ય નરેશ યાદવનો કાફલો પણ મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.
ધારાસભ્ય ખુલ્લી જીપમાં સવાર હતા તેમના કેટલાક સાથીઓ સાથે. આગળ-પાછળ, તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો ઢોલની ધૂન પર નાચી રહયા હતા. પરંતુ અચાનક ધારાસભ્યના કાફલા પર ફાયરિંગ શરુ થઇ ગયું. એક પછી એક ગોળીઓ ના અવાજ આવવા લગતા અફરાતફરી મચી ગઈ હતી.
લોકો ચોંકી ગયા અને શું થયું તે જાણવા ભાગવા લાગ્યા હતા.હુમલાખોર જીપ ઉપર ફાયરિંગ કરી રહ્યો હતો, જેમાં ધારાસભ્ય નરેશ યાદવ અને તેના સમર્થકો સવાર હતા. ગોળીબારનો અવાજ અટકી ગયો હતો. ધારાસભ્ય સાથે જીપમાં સવાર એક વ્યક્તિને ગોળી વાગી અને તે જમીન પર પડી ગયો.બાદમાં જાણવા મળ્યું કે અશોક માન નામના વ્યક્તિને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતી જે ધારાસભ્યની એકદમ પાછળ ઉભો હતો.
તેના શરીર ઉપર પાંચ ગોળી વાગી હતી. અન્ય એક વ્યકિત અને ધારાસભ્ય નીચે નમી ગયા હતા અને કાંપી ઉઠ્યાં હતા.થોડા સમય બાદ પોલીસને ઘટના ની જાણ થઇ હતી અને પોલીસ કાફલો પહોંચી ગયો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે આ હુમલા અંગે તુરંત એક ટ્વીટ કર્યું હતું.
આ સમાચાર આખી રાજધાનીમાં આગની જેમ ફેલાઈ ગયા. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું. આ હુમલો કોણે અને શા માટે કર્યો તે અંગે પોલીસ ચોંકી ઉઠી હતી. આ જ સવાલનો જવાબ શોધવા તપાસ શરૂ થઈ ગઈ હતી.અને ઘટનાના કલાકો પછી દિલ્હી પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી હતી.
આ મામલે માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે ત્યાં એક જ હુમલો કરનાર હતો. હુમલાખોરે રટાર્ગેટ કરીને અશોક માન પર ફાયરિંગ કર્યું હતું. 8 થી વધુ રાઉન્ડ ફાયર થયા હતા. જેમાં અશોક માનને 5 જ્યારે હરેન્દ્રને 2 ગોળી વાગી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે સ્પષ્ટ કરી દીધું હતું કે હુમલો કરનારનું લક્ષ્ય ધારાસભ્ય નહીં પણ અશોક માન હતા.
આરોપીઓનાં નામ કાળુ, ધામી અને દેવ છે. તે બધા કિશનગઢ ગામના રહેવાસી છે. નોંધનીય છે કે મૃતક અશોક માન અને ઘાયલ હરેન્દ્ર પણ કિશનગઢ ગામના રહેવાસી હતા. પોલીસે કાલુની કસ્ટડીમાં પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.તેણે સ્વીકાર્યું કે તે આ હુમલામાં સામેલ હતો. આરોપી કાલુએ ખુલાસો કર્યો કે તે લોકો આપના ધારાસભ્ય પર હુમલો કરવા માટે નથી આવ્યા, પરંતુ તેમનો નિશાન અશોક માન અને તેનો ભત્રીજો હરેન્દ્ર છે. તે બંનેને મારવા જ આવ્યો હતો.