AutoIndiaNews

આ જગ્યાએ આવતીકાલથી દોડશે પહેલી વોટર મેટ્રો (Water Metro), જાણો તેનો સમય-રૂટ, ભાડું બધું

Water Metro: આવતીકાલથી દેશની પ્રથમ વોટર મેટ્રો (Water Metro) પાણી પર દોડવાનું શરૂ કરશે. આવતીકાલે એટલે કે 25મી એપ્રિલે પીએમ મોદી આ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવશે. વોટર મેટ્રો પ્રોજેક્ટ કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે. પાણીની અંદરની મેટ્રો માટે બેટરીથી ચાલતી હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મેટ્રો ઇકો-ફ્રેન્ડલી છે અને તેમાં દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ છે.

Water Metro માં મુસાફરી કરવા માટે મુસાફરોએ 20 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. આ ભાડું હાઈકોર્ટ-વાઈપિન રૂટ માટે છે.વિટિલા-કક્કનાડ રૂટનું ભાડું 30 રૂપિયા હશે. ટિકિટની સાથે પાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે.જો મુસાફરો પાસ લેશે તો તેમને ભાડામાં રાહત આપવામાં આવશે.મુસાફરો માટે સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક પાસ ઉપલબ્ધ રહેશે.

જો તમે સાપ્તાહિક પાસ ખરીદો છો તો તેની કિંમત 180 રૂપિયા થશે.પાસ દ્વારા અઠવાડિયામાં 12 વખત મુસાફરી કરી શકે છે.50 ટ્રિપ્સ માટેના એક મહિનાના પાસની કિંમત 600 રૂપિયા છે, જ્યારે 90 દિવસ માટે 150-ટ્રિપ પાસની કિંમત 1,500 રૂપિયા છે.તમે કોચી વન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય મુસાફરો કોચી વન એપ દ્વારા પણ ટિકિટ બુક કરાવી શકે છે.

રવિવારે કોચીમાં Water Metro ની ટ્રાયલ રન કરવામાં આવી હતી.આ વોટર મેટ્રોમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 30 ટર્મિનલ છે. પ્રથમ તબક્કામાં, 8 ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ સાથે હાઇકોર્ટ વાઇપિન ટર્મિનલ અને વિટિલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે વોટર મેટ્રો શરૂ કરવામાં આવશે. વોટર મેટ્રો 26 એપ્રિલે સવારે 7 વાગ્યે શરૂ થશે.પ્રથમ મેટ્રો હાઈકોર્ટ-વાઈપિન રૂટ પર દોડશે, જ્યારે બીજી મેટ્રો સેવા 27 એપ્રિલે સવારે 7 વાગ્યાથી વ્યટિલા-કક્કનાડ રૂટ પર શરૂ થશે.હાઈકોર્ટ વોટર મેટ્રો ટર્મિનલથી વાઈપિન સુધીની મુસાફરીમાં 20 મિનિટથી ઓછો સમય લાગશે.મેટ્રો સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે.