Ajab GajabInternational

પિરાન્હા માછલીના હુમલાથી મૃત્યુ પામ્યા ચાર જેટલા લોકો અને 20 જેટલા લોકો થયા ઘાયલ

વિશ્વમાં એવી ઘણી માછલીઓ છે જે ખુબ ખતરનાક હોય છે. આ માછલીઓ વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમેરિકાના દક્ષિણ દેશ પરાગ્વેમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા પિરાન્હા માછલીએ વ્યક્તિઓ પર હુમલો કર્યો છે જેમાં ચાર લોકોનું મૃત્યુ થઇ ગયું છે. આ સાથે જ આ હુમલામાં 20 જેટલા લોકો ઘાયલ પણ થઇ ગયા છે. આ ખતરનાક માછલીના હુમલા પછી ત્યાં આસપાસના લોકોમાં ખુબ ડર ફેલાઈ ગયો છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 22 વર્ષનો એક છોકરો ગુમ થઈ ગયો હતો, જેના પછી પરિવારના સભ્યોએ તેને બીચ પર ઘણી શોધ કરી, પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. આ પછી પરિવારજનોએ યુવકના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી યુવકનો મૃતદેહ દરિયા કિનારે મળી આવ્યો હતો. વાસ્તવમાં છોકરો પેરાગ્વે નદીમાં નહાવા ગયો હતો, તે દરમિયાન તેના પર હુમલો થયો.

યુવકનો દેહ મળ્યા પછી તેને ફોરેન્સિક માટે મોકલી આપવામાં આવ્યો હતો અને તેમાં આ વાતની ખાતરી કરવામાં આવી હતી કે આ યુવક પર પિરાન્હા માછલી એ હુમલો કર્યો હતો અને તેના લીધે તેનું મૃત્યુ થઇ ગયું. એવું બહુ ઓછું જોવા મળે છે કે પિરાન્હા માછલી આટલી આક્રમકઃ થઇ જાય. જો કે આ એરિયામાં પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે.

અગાઉ, પેરાગ્વે નદીમાં ડંખના નિશાન સાથે 49 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બે લોકો તેબીક્વિરી નદી પાસે સમાન હાલતમાં મૃત મળી આવ્યા હતા. હવે આ ઘટના બાદ ઇટાપુઆની એક ક્લબના મેનેજરનું કહેવું છે કે પીરાણા માછલીને લોકોથી દૂર રાખવા માટે કેમિકલયુક્ત વિચાર કરવામાં આવી રહ્યો છે.જીવવિજ્ઞાની જુલિયો ઝેવિયર કહે છે કે પિરાન્હા માછલીઓ તેમના પ્રજનન સમયે હુમલો કરે છે. નર પિરાન્હા પર મોટે ભાગે હુમલો કરવામાં આવે છે અને હુમલો કરતા પહેલા તેઓ છુપાઈ જાય છે.