DelhiIndia

મોટી જાહેરાત: નાના ઉદ્યોગોને કોઈ પણ ગેરંટી વગર 3 લાખ કરોડની લોન મળશે, જાણો વિગતે

કોરોના મહામારી ને પગલે દેશમાં આર્થિક વ્યવસ્થા મજબૂત કેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું.પીએમ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા આ પેકેજ જાહેર કર્યું છે.આજે નાણામંત્રી આ પેકેજ વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છે કે કોને કોને કેટલો લાભ મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ ઉદ્યોગો (MSME) માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડના સમાન રાહત પેકેજનો આ ભાગ છે.નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.આ લોનથી 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે.

નિર્મલ સીતારમણે કહ્યું કે આ પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.આના દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ. MSME ના ઉદ્યોગ ને વગર ગેરેન્ટી લોન આપવામાં આવશે જેમાં એક વર્ષ સુધી મુદ્દલ વગર વ્યાજ ભરવાનું રહેશે.આ સાથે જ સંકટમાં ફસાયેલા MSME માટે 20 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 2 લાખ એમએસએમઇને આનો લાભ થશે.

એમએસએમઇ કે જે સક્ષમ છે પરંતુ કોરોનાથી નુકસાન થયેલ છે, તેઓને વ્યવસાયના વિસ્તરણ માટે 10,000 કરોડના ભંડોળ દ્વારા ટેકો આપવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.આ સાથે વડા પ્રધાને ઘણા ક્ષેત્રોમાં હિંમતવાન સુધારાની જાહેરાત કરી છે. વડા પ્રધાને કૃષિથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સ સુધીના તમામ ક્ષેત્રોમાં સુધારાની જાહેરાત કરી હતી. હજુ નાણામંત્રી આગામી દિવસોમાં અન્ય જાહેરાતો પણ કરશે.